Gujarat

VMC દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં VFES ટીમ ચેમ્પિયન બની

By GS TEAM
1 May 20261 min read
TukuTouch Logo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ–2026માં લગભગ 90 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ (VFES)ની ટીમ ઉત્તમ પ્રદર્શન કરી ચેમ્પિયન બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VMC દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં VFES ટીમ ચેમ્પિયન બની

VMC Cricket Tournament : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ–2026માં લગભગ 90 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ (VFES)ની ટીમ ઉત્તમ પ્રદર્શન કરી ચેમ્પિયન બની છે. 

આજે યોજાયેલી ફાઇનલ મેચમાં કેપ્ટન વિમલ ચૌધરીના નેતૃત્વ હેઠળ VFESએ UPSC તરસાલી ટીમને પરાજય આપી વિજય મેળવ્યો હતો.

 આ વિજય માત્ર રમતગમત પૂરતો સીમિત નથી, પરંતુ ટીમની એકતા, અનુશાસન અને સમર્પણનું પ્રતિબિંબ છે. જનસેવામાં જેમ કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે, તે જ જુસ્સો મેદાન પર પણ દેખાડતા વિભાગનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.