Gujarat

ખાખી પર લાગ્યો દાગ: અમદાવાદના વેજલપુરમાં PI સામે છેડતીની ફરિયાદ, લિફ્ટમાં 19 વર્ષીય યુવતી સાથે કર્યા અડપલાં

By GS TEAM
22 Nov 20251 min read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં ફરી એકવાર રક્ષક જ ભક્ષક બન્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. હાલ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકત અલી ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. એક 19 વર્ષીય યુવતીએ PI પર લિફ્ટમાં શારીરિક અડપલાં કર્યાનો આરોપ લગાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાખી પર લાગ્યો દાગ: અમદાવાદના વેજલપુરમાં PI સામે છેડતીની ફરિયાદ, લિફ્ટમાં 19 વર્ષીય યુવતી સાથે કર્યા અડપલાં
AI IMAGE

Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં ફરી એકવાર રક્ષક જ ભક્ષક બન્યા હોવાની શરમજનક ઘટના સામે આવી છે. હાલ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકત અલી ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. એક 19 વર્ષીય યુવતીએ PI પર લિફ્ટમાં શારીરિક અડપલાં કર્યાનો આરોપ લગાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

શું છે સમગ્ર ઘટના? 

મળતી માહિતી મુજબ આ ઘટના એક બિલ્ડિંગની લિફ્ટમાં બની હતી. ભોગ બનનાર 19 વર્ષીય યુવતીનો આરોપ છે કે, લિફ્ટ બંધ થતાં જ PI બરકત અલી ચાવડાએ તેની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. PI એ યુવતીના ખભા પર હાથ મૂકીને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

આ દરમિયાન લિફ્ટ છઠ્ઠા માળે પહોંચી હતી, જ્યાં બીજા લોકો લિફ્ટમાં આવતા જ PI બરકત ચાવડા ત્યાંથી નીકળી ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી યુવતી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. જોકે, હિંમત દાખવીને તેણે તાત્કાલિક 181 'અભયમ' હેલ્પલાઇન પર ફોન કરીને મદદ માંગી હતી.


ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે PI બરકત અલી ચાવડા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે તટસ્થ તપાસ શરૂ કરવામાં આવી છે.