Gujarat

કાળુભાર નદીના પટમાંથી રેતી ખનન કરતાં 4 ઈસમોના રૂ. 70 લાખના વાહન કબ્જે લેવાયા

By GS TEAM
2 Dec 20252 mins read
કાળુભાર નદીના પટમાંથી રેતી ખનન કરતાં 4 ઈસમોના રૂ. 70 લાખના વાહન કબ્જે લેવાયા

- બે ડમ્પર જેસીબી અને લોડર વડે રેતીનું ખનન થતું હતું

- લોકલ ક્રાઇમબ્રાન્ચ તથા ભુસ્તરશાી ટીમે દરોડો પાડી રૂ. 14.13 લાખનો દંડ ફટકાર્યાં


ભાવનગર : ઉમરાળા તાલુકાના તરપાળા અને વાંગધ્રા ગામ વચ્ચે કાળુભાર નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતાં ઇસમોના વાહન-૦૪ તથા સાધનો મળી કુલ રૂ.૭૦,૦૦,૦૦૦નો મુદ્દામાલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ભુસ્તરશાી ટીમે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ભૂસ્તરશાી ભાવનગરની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા ઉમરાળા તાલુકાના તરપાળા તથા વાંગધ્રા ગામની વચ્ચે આવેલ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવાની ખનીજ ખોદકામની પ્રવૃતિ થતી હોવાની માહિતી આધારે ભૂસ્તરશાીની ટીમ સાથે નદીના પટમાં દરોડો કરી ખાણ-ખનિજ વિભાગના અધિકારીએ ખનિજના ખોદકામવાળા વિસ્તારની માપણી કરતાં માપણી મુજબ કુલ ૪૧૭૮ મે.ટન સાદી રેતી ખનીજનું ખોદકામ થયેલ હોવાનું ફલિત થયું હતું. જેથી મે.ટન ૪૧૭૮ સાદી રેતી, ખનીજના બિન-અધિકૃત રીતે ખોદકામ કરવા સબબ રેતી ખનિજ કિંમત પ્રતિ મે.ટન રૂ.૨૪૦ લેખે રૂ.૧૦,૦૨,૭૨૦  અને પર્યાવરણીય વળતર પેટના પ્રતિ મે.ટન ૪૧% લેખે રૂ.૪,૧૧,૧૧૫ મળી કુલ રૂ.૧૪,૧૩,૮૩૫, બે ડમ્પર,લોડર અને જેસીબી મળી કુલ રૂ.૭૦,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે સ્થળ પરથી ગીરીરાજસિંહ પરબતસિંહ ગોહિલ (રહે.વાંગધ્રા તા.ઉમરાળા), વાસુદેવ પુકારભાઇ સહાની (ઉ.વ.૪૪ રહે.હાલ-રાજસ્થળી બજરંગ હોટલવાળા દિગુભાની વાડીએ, તા.ઉમરાળા જી.ભાવનગર મુળ-પરસવની તા.બરગનીયા જી. સીતા મઢી રાજય-બિહાર ), હરેશ આંબાભાઇ પરમાર (રહે.તરપાળા તા.ઉમરાળા ), મહેુલ મુકેશભાઇ સોલંકી (રહે.વાંગધ્રા તા.ઉમરાળા જી.ભાવનગર) મળી આવતા ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે. આ અંગે સ્થાવર મિલ્કતોમાં બોજો દાખલ કરવા  આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરનાર છે.