Get The App

વડોદરા શહેરમાં મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા શહેરમાં મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા 1 - image

Vadodara : વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરો મોટા વાહન પણ છોડતા નથી. જેમાં ગઈકાલે બનેલા વધુ એક બનાવમાં ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા હોવાનો બનાવ બન્યો છે.

વડોદરા નજીક આજોડ ખાતે સનરાઈઝ રેસીડેન્સીમાં રહેતા બ્રિજેશ ભાઈ રાજપુતએ પોલીસને કહ્યું છે કે, હું પાણી વિતરણનું કામ કરું છું અને તેના માટે ટ્રેક્ટર તેમજ ટેન્કર વસાવ્યા હતા.

ગઈ તા.21મી એ મેં ટ્રેક્ટર જાણી શાક માર્કેટ સામેના પ્લોટમાં પાર્ક કરેલું હતું. જે ટ્રેક્ટર બીજા દિવસે લેવા જ હતા હાજર મળ્યું ન હતું. તપાસ દરમિયાન આ ટ્રેક્ટર કોઈ વાહન ચોર ઉઠાવી ગયો હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં ટુ વ્હીલર અને કાર જેવા વાહનો ઉપરાંત લક્ઝરી બસ, ડમ્પર, ટેન્કર જેવા વાહનોની ચોરીના પણ બનાવ બની રહ્યા છે.