Gujarat

હાઇવે પર પાર્ક કરતા નોકરીયાતોના ટુવ્હીલર ચોરનાર પકડાયો,10 વાહનો કબજે

By GS TEAM
13 Feb 20261 min read
હાઇવે પર પાર્ક કરતા નોકરીયાતોના ટુવ્હીલર ચોરનાર પકડાયો,10 વાહનો કબજે

વડોદરાઃ શહેરના હાઇવેની આસપાસ વાહનો પાર્ક કરી જતા નોકરીયાતોના ટુવ્હીલરો ચોરી કરતા રીઢા વાહનચોરને સમા પોલીસે ઝડપી પાડી ૧૦ ટુવ્હીલર કબજે કર્યા હતા.

સમા કેનાલ પાસે શ્યામ વિહાર ફ્લેટ્સ પાસે એક શખ્સ બાઇક વેચવા કે ગીરવી મુકવા માટે ફરી રહ્યો હોવાની માહિતી મળતાં પીઆઇ બીબી કોડિયાતરે ટીમ મારફતે વોચ રખાવી હતી.જે દરમિયાન બાઇક સાથે રમેશ ઉર્ફે ગણપત ઉર્ફે લાલો કાંતિભાઇ ભાટીયા (બહિધારા,નટવરનગર,સાવલી, હાલ રહે. ખંભોળજ,આણંદ) ડાકોરમાંથી ચોરેલી બાઇક સાથે પકડાઇ ગયો હતો.

પોલીસે તેની પૂછપરછ કરતાં દુમાડ ચોકડી,સમા તળાવ,કમાટીબાગ,આજવારોડ, એપીએમસી,ગોત્રી ઇસ્કોન મંદિર,સુરસાગર અને ગોત્રી સહિતા વિસ્તારોમાંથી ટુવ્હીલર ચોર્યા હોવાની વિગતો ખૂલી હતી.આ પૈકી મોટાભાગના વાહનો નોકરીયાતોના પાર્ક કરેલા હતા.આ ઉપરાંત તેણે આણંદ,ડાકોર અને ખંભોળજ ખાતેથી પણ વાહનોની ઉઠાંતરી કરી હોવાની વિગતો ખૂલી હતી.