Get The App

કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો 1 - image

Vadodara Crime : વડોદરાના આજવા રોડ સરદાર એસ્ટેટ પાછળ રામનગરમાં રહેતો જયંત રમેશભાઈ કહાર આણંદમાં મોબાઈલ શોપમાં નોકરી કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, છઠ્ઠી તારીખે રાત્રે 8:30 વાગે હું મારું મોપેડ લઈને ગધેડા માર્કેટ શાકભાજી લેવા માટે ગયો હતો.

શાકભાજીની લારી પર હું ટામેટા વીણીને ત્રાજવામાં મુક્તો હતો અને લારીવાળાએ મને આવું કરવાનું ના પાડતા હું શાકભાજી લીધા વગર ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારે આ શાકભાજીની લારીવાળા તથા બેથી ત્રણ લોકોએ આવીને મારી સાથે ઝઘડો કર્યો હતો અને લાકડાના પાટીયા વડે તથા વજન કરવાના લોખંડના બેટ વડે મને માથામાં તથા કપાળમાં ઈજા પહોંચાડી હતી.