Gujarat

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ

By GS TEAM
5 Nov 20252 mins read
TukuTouch Logo
ગુજરાત રાજ્યના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ એવા વૌઠા લોક મેળામાં ચોથા દિવસે ભવ્ય માનવ મહેરામણ ઊમટી પડ્યું છે. મેળાના પ્રારંભિક દિવસોમાં કમોસમી વરસાદના કારણે વિઘ્ન પડ્યું હતું, પરંતુ વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વ્યવસ્થાપન કરીને મેળાને ફરીથી ધમધમતો કરી દેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ: વરસાદી વિઘ્ન બાદ ફરી શરૂ કરાયો મેળો, રાઇડ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદ

Gujarat Vautha Fair: ગુજરાત રાજ્યના સૌથી મોટા અને સુપ્રસિદ્ધ એવા વૌઠા લોક મેળામાં ચોથા દિવસે ભવ્ય માનવ મહેરામણ ઊમટી પડ્યું છે. મેળાના પ્રારંભિક દિવસોમાં કમોસમી વરસાદના કારણે વિઘ્ન પડ્યું હતું, પરંતુ વૌઠા ગ્રામ પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે વ્યવસ્થાપન કરીને મેળાને ફરીથી ધમધમતો કરી દેવાયો છે.

આ પણ વાંચોઃ ટેકાના ભાવે મગફળી સહિતના પાકો ખરીદવાની સરકારની જાહેરાત, જાણો કઈ તારીખે શરૂ થશે


વરસાદનું વિઘ્ન

મેળાના પહેલાં દિવસે કમોસમી વરસાદ પડવાને કારણે કાદવ-કીચડના પાણી ભરાઈ ગયા હતા. જોકે, વૌઠા ગ્રામ પંચાયતે મેળો માણવા આવતા લોકો અને વેપાર કરતા વેપારીઓને હાલાકી ન પડે તે માટે પાણી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરી હતી. વરસાદે વિરામ લેતાં હવે મોટી સંખ્યામાં લોકો મેળો માણવા આવી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા મેળા માટે રૂ. 5 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. જેથી જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો મદદ મળી શકે છે. 


સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા:

મેળામાં ટ્રાફિક નિયમન કરવા અને પાર્કિંગની સમસ્યાને પહોંચી વળવા માટે પોલીસ ખડે પગે છે. મેળામાં કુલ 1302 પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયેલા છે, જેમાં 1 ડી.વાય.એસ.પી., 8 PI, 26 PSI, 334 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, 6 ઘોડેસવાર, 426 હોમગાર્ડ, 452 GRD, 57 SRP જવાનનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચોઃ સુરત: સૂટકેસમાં મહિલાના મૃતદેહનું રહસ્ય ઉકેલાયું! આરોપી પ્રેમી ફિરોઝાબાદથી ઝડપાયો


એસ.ટી. બસ દ્વારા ખાસ વ્યવસ્થા:

મેળામાં લોકો સરળતાથી પહોંચી શકે તે માટે ધોળકા એસ.ટી. બસ વિભાગ દ્વારા કલિકુંડ અને નવા બસ સ્ટેન્ડ માધિયા પાસે ખાસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ 357 બસો દોડાવાશે, જેમાં તેરસના દિવસે 11 બસ, ચૌદસ અને પનમે 121 બસ દોડાવામાં આવશે. 


નોંધનીય છે કે, આ વખતે મેળામાં રાઇડ્સની મંજૂરી પણ આપવામાં આવી છે. મેળામાં સૌથી મોટું આકર્ષણ ગણાતી રાઇડ્સ ફરી શરૂ થતા મોટી સંખ્યામાં લોકો મેળો માણવા અને તેનો આનંદ લેવા માટે આવી રહ્યા છે.