Gujarat

કાર બતાવ્યા બાદ સોદો નક્કી કરી રૂપિયા પડાવી લેતો વડોદરાનો ભેજાબાજ ઝડપાયો

By GS TEAM
18 Sep 20251 min read
TukuTouch Logo
સુરતના કામરેજ, વિરમગામ અને સાવરકુંડલામાં ત્રણ કારના નામે 18.50 લાખ પડાવ્યા

Summarized by AI; it may make mistakes. Check important info

કાર બતાવ્યા બાદ સોદો નક્કી કરી રૂપિયા પડાવી લેતો વડોદરાનો ભેજાબાજ ઝડપાયો

Vadodara Police : કારનો સોદો કરવાના નામે ગ્રાહકો પાસેથી નાણા ખંખેરી ચૂનો ચોપડતા વડોદરાના ભેજા બાજને ક્રાઈમ બ્રાન્ચે તાંદલજા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં અક્સા હાઈટસ ખાતે રહેતા મૂળ સાધલી ગામના વતની પરવેઝખાન અયુબ ખાન નકુમ સામે અગાઉ વડોદરા તેમજ આણંદમાં છેતરપિંડી સહિતના નવ જેટલા ગુના નોંધાયેલા હતા. જેથી પોલીસની તેના ઉપર નજર રહેતી હતી. 

પરવેઝખાને એક વર્ષ અગાઉ વિરમગામમાં કારનો સોદો કરવાના નામે એક વ્યક્તિ પાસે 7 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. પરંતુ તેને કાર કે રૂપિયા પરત કર્યા ન હતા. આવી જ રીતે સુરતના કામરેજ ખાતે પણ એક કારનો સોદો કરી રૂ.3.50 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. 

ભેજાબાજે સાવરકુંડલામાં પણ આવી જ રીતે એક કારનો સોદો કરવાના નામે 8 લાખની છેતરપિંડી કરી હતી. જેથી ઉપરોક્ત ત્રણેય ગુનામાં પોલીસ તેને શોધી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચને આરોપી વિશે જાણ થતા વોચ રાખીને ઝડપી પાડ્યો હતો અને ઉપરોક્ત ત્રણેય નગરની પોલીસને જાણ કરી છે.