ધો.10નું વડોદરાનું 78.38 ટકા પરિણામ : 1582 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 44 સ્કૂલોનું 100 ટકા અને બે સ્કૂલોનું ઝીરો રિઝલ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara 10th Board Exam Results : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબુ્રઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે. જેમાં વડોદરા શહેર અને જિલ્લાનું 78.38 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ જેવી સાતત્યતા પરિણામમાં લગભગ જળવાઈ રહી છે. કારણકે ગત વર્ષ કરતા પરિણામમાં નજીવો 1.53 ટકાનો વધારો નોંધાયો છે. તે પહેલાના વર્ષે એટલે કે 2024માં શહેર જિલ્લાનું પરિણામ 77.20 ટકા હતું. તેના આગલા વર્ષે એટલે કે 2023માં પરિણામની ટકાવારી 62.24 ટકા હતી.
આ વખતે વડોદરામાંથી 37993 વિદ્યાર્થીઓએ ધો.10ની પરીક્ષા આપી હતી અને આ પૈકી 1582 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ગત વર્ષ કરતા એ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 400 કરતા પણ વધી છે. આ વર્ષે કુલ મળીને 29778 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ પરિણામની ટકાવારી 78.38 ટકા રહી છે.
વડોદરાની 44 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે અને 23 સ્કૂલો એવી છે જે જેનું પરિણામ 30 ટકાથી નીચું રહ્યું છે. 100 ટકા પરિણામ મેળવનારી સ્કૂલોમાં ગત વર્ષ કરતા 13નો વધારો થયો છે. જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ હોય તેવી શાળાઓની સંખ્યા માત્ર 2 છે. આ વખતે બે સ્કૂલ એવી છે જેનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે.
સતત ત્રીજા વર્ષે વરણામા કેન્દ્રનું શહેર-જિલ્લામાં સૌથી વધુ પરિણામ વડોદરા શહેર જિલ્લાના 46 કેન્દ્રો પર ધો.10ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પૈકી જિલ્લામાં સૌથી વધુ 94.67 ટકા પરિણામ વરણામા કેન્દ્રનું અને સૌથી ઓછું 50.29 ટકા પરિણામ ચાણોદ કેન્દ્રનું આવ્યું છે. 2025 અને 2024માં પણ વરણામા કેન્દ્રનું સૌથી વધારે પરિણામ જાહેર થયું હતું. વડોદરા શહેરમાં મકરપુરા કેન્દ્રનું સૌથી વધારે 89.67 ટકા પરિણામ જાહેર થયું છે. શહેરમાં સૌથી ઓછું પરિણામ છાણી કેન્દ્રનું 66.95 ટકા જાહેર થયું છે. ગત વર્ષે પણ છાણી કેન્દ્રનું વડોદરા શહેરમાં સૌથી ઓછુ પરિણામ હતું.
વડોદરા શહેરના કેન્દ્રોનું પરિણામ
|
કેન્દ્ર
|
વિદ્યાર્થીઓ
|
પાસ |
ટકાવારી |
|
અલકાપુરી |
1698 |
1467 |
86.40 |
|
સયાજીગંજ |
1241 |
916 |
73.81 |
|
રાવપુરા
|
860 |
701 |
81.51 |
|
માંડવી
|
1247 |
881 |
70.65 |
|
કારેલીબાગ |
2223 |
1947 |
87.58 |
|
મકરપુરા |
1945 |
1744 |
89.67 |
|
બાજવા |
813 |
640 |
78.72 |
|
અકોટા |
1414 |
1137 |
80.41 |
|
વાસણા રોડ |
1362 |
1212 |
88.99 |
|
ગોત્રી
રોડ |
1039 |
769 |
74.01 |
|
સમા |
1177 |
1013 |
86.07 |
|
ઈન્દ્રપુરી |
2279 |
1869 |
82.01 |
|
આજવા રોડ |
1450 |
1200 |
82.76 |
|
વારસિયા |
668 |
543 |
81.29 |
|
કારેલીબાગ |
875 |
636 |
72.69 |
|
માંજલપુર |
1362 |
1049 |
77.02 |
|
મકરપુરા,તરસાલી |
1097 |
912 |
83.14 |
|
છાણી |
947 |
634 |
66.95 |
કેટલા વિદ્યાર્થીઓેને કઈ ગ્રેડ
|
ગ્રેડ |
વિદ્યાર્થીઓ |
|
એ-1 |
1582 |
|
એ-2 |
4398 |
|
બી-1 |
5617 |
|
બી-2 |
6307 |
|
સી-1 |
6847 |
|
સી-2 |
4531 |
|
ડી |
504 |
|
ઈ-1 |
5180 |
|
ઈ-2 |
3035 |








