Get The App

રેતી ભરવાના ડમ્પરોની બેફામ દોડાદોડ : નારેશ્વરમાં ડમ્પરના વ્હીલ નીચે કચડાતા યુવાન અને બે વર્ષની બાળકીનું મોત, એકને ઈજા

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
રેતી ભરવાના ડમ્પરોની બેફામ દોડાદોડ : નારેશ્વરમાં ડમ્પરના વ્હીલ નીચે કચડાતા યુવાન અને બે વર્ષની બાળકીનું મોત, એકને ઈજા 1 - image

Vadodara Accident : વડોદરાના કરજણ તાલુકામાં નારેશ્વર પંથકમાં નર્મદા નદીમાંથી રેતી ભરીને બેફામ દોડતા ડમ્પરો ઉપર કોઈ નિયંત્રણ નહીં હોવાથી વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં એક અન્ય ડમ્પરચાલક તેમજ બે વર્ષની માસુમ બાળકી ઉપર અન્ય ડમ્પરનું વ્હીલ ફરી વળતા બંનેના કરુણ મોત નીપજ્યું હતું. 

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી તેમજ હાલ ગુજરાતમાં રહેતો રામકુમાર ઉંમર વર્ષ 26 રેતી ભરવાના ડમ્પર ઉપર ડ્રાઇવિંગ કરતો હતો. તારીખ 29 ની રાત્રે તેઓ નારેશ્વર પંથકમાં શાયર ગામની સીમમાં નર્મદા નદીના કિનારે લીઝ ઉપર રેતી ભરવા માટે ડમ્પર મૂક્યું હતું. ત્યારબાદ બીજા દિવસે સવારે રામકુમાર તેમજ તેની સાથે છેલ્લા એક વર્ષથી રહેતી પ્રાચીની બે વર્ષની પુત્રી અને રબ્બાની અબ્દુલ કલામ અન્સારી ત્રણે લીઝ પરથી એક બાઈક લઈને ચા નાસ્તો લેવા માટે ગયા હતા 

દરમિયાન રેતી ભરવાના એક હાઈવા ડમ્પરે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક ઉપરથી ત્રણે પટકાયા હતા. જ્યારે ડમ્પરનું આગળનું વ્હીલ રામકુમાર અને માસુમ બાળકી ઉપર ફરી વળતા બંનેના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે રબ્બાની અન્સારીને ઇજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.