Gujarat

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર

By GS TEAM
20 Jun 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે 21મી જૂનથી આઠમી જૂલાઈ, 2026ના રોજ રમિયાન મેજર બ્લોક લેવામાં આવશે. જેને કારણે અમદાવાદથી વડોદરા તરફ આવતી જતી ચાર ઈન્ટરસિટી અને આઠ મેમુ ટ્રેનોને અસર પહોંચશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર

Vadodara Station Yard Remodeling: પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે 21મી જૂનથી આઠમી જૂલાઈ, 2026ના રોજ રમિયાન મેજર બ્લોક લેવામાં આવશે. જેને કારણે અમદાવાદથી વડોદરા તરફ આવતી જતી ચાર ઈન્ટરસિટી અને આઠ મેમુ ટ્રેનોને અસર પહોંચશે.

18 દિવસનો મેજર બ્લોક લેવાતા તમામ ટ્રેનો બાજવા સુધી જ દોડશે

મળતી માહિતી અનુસાર,, વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને લઈ 18 દિવસ સુધી કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નં. 19035-36 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ, 22959-60 જામનગર-વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ તેમજ ટ્રેન નં. 69113-14-15, 69107-08 અને 69101-02 વટવા-વડોદરા-વટવા મેમુ ટ્રેનો આ સમયગાળા દરમિયાન બાજવા સ્ટેશન સુધી જ દોડશે અને ત્યાંથી જ પરત ફરશે. 

બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે ટ્રેન નં. 59469 વડોદરા-વટવા મેમુ ટ્રેન 18 દિવસ સુધી વડોદરા સ્ટેશનના બદલે પ્રતાપનગર સ્ટેશનથી સવારના ૦૫.૪૦ કલાકે ઉપડીને વટવા તરફ આવવા નીકળશે.