Get The App

ભાજપમાં ભાંજગડ બાદ આવતીકાલે વડોદરાને નવા મેયર સહિત પાંચ પદાધિકારી મળશે

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
ભાજપમાં ભાંજગડ બાદ આવતીકાલે વડોદરાને નવા મેયર સહિત પાંચ પદાધિકારી મળશે 1 - image

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની થયેલી ચૂંટણીના એક મહિનાથી વધુ સમય પસાર થયા બાદ ભારે મથામણના અંતે શહેરને આવતીકાલે મેયર સહિત પાંચ હોદ્દા પદાધિકારીની જાહેરાત કરાશે. જે અંગે ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેટરોની બેઠક આવતીકાલે મળશે જેમાં નામોની જાહેરાત કરાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગઈ તા.26મીએ યોજાઇ હતી.

આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી મળી હતી. આમ છતાં પણ શહેરને નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ પક્ષના નેતા અને દંડકના હોદ્દા માટે સતત એક મહિના સુધી ઇન્તજાર કરવો પડ્યો હતો. હવે આવતીકાલે પાલિકાની બેઠક યોજાવાની છે ત્યારે આ બેઠકમાં શહેરને નવા મેયર સહિતના નવા પદાઅધિકારીઓની જાહેરાત થશે. 

આ અગાઉ કારેલીબાગ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે તમામ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો એકત્ર થશે. જ્યાં વડોદરાના નવા મેયર સહિતના વિવિધ હોદ્દેદારોના નામની જાહેરાત થયા બાદ પાલિકા કચેરીએ ખંડેરાવ માર્કેટ ખાતે યોજાનારી બેઠકમાં નવા મેયર સહિત વિવિધ પદાધિકારીઓના નામની કાયદેસર રીતે ચૂંટણી કરાશે.