Gujarat

વડોદરા: કરચિયા રેલવે યાર્ડમાં એન્જિનની કામગીરી દરમિયાન કર્મચારીને કરંટ લાગ્યો, હાલત ગંભીર

By GS TEAM
22 Mar 20262 mins read
TukuTouch Logo
વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવતા કર્મચારી ગૌતમ સોલંકીને ડ્યુટી દરમિયાન હાઈ ટેન્શન લાઈનનો જોરદાર વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયો હતો. હાલ તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: કરચિયા રેલવે યાર્ડમાં એન્જિનની કામગીરી દરમિયાન કર્મચારીને કરંટ લાગ્યો, હાલત ગંભીર

Electric Shock Railway Worker In Vadodara: વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવતા કર્મચારી ગૌતમ સોલંકીને ડ્યુટી દરમિયાન હાઈ ટેન્શન લાઈનનો જોરદાર વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે દાઝી ગયો હતો. હાલ તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

એન્જિન પર કામગીરી દરમિયાન બની ઘટના

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ગૌતમ સોલંકી ટ્રેનના એન્જિન પર ચડીને પોતાની નિયમિત કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેઓ ઓવરહેડ ઈલેક્ટ્રિક લાઈનના સંપર્કમાં આવી ગયા હતા. વીજ કરંટ એટલો જોરદાર હતો કે ગૌતમભાઈ સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો. સાથી કર્મચારીઓએ તાત્કાલિક દોડી આવી તેને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ પણ વાંચો: ધારાસભ્યો દ્વારા કાયદાના ધજાગરા: જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાએ ST બસ દોડાવી 'સ્ટંટ' કર્યો

પીડિતના પરિવારજનોમાં ભારે રોષ 

આ ઘટનાની જાણ થતા જ ગૌતમ સોલંકીના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવાર અને સાથી કર્મચારીઓએ રેલવે તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે, રેલવે યાર્ડમાં કર્મચારીઓ પાસે પૂરતી સેફ્ટી કિટ વગર કામ લેવામાં આવે છે. કર્મચારીઓ પર કામનું ભારે દબાણ હોવાથી ઉતાવળમાં આવી દુર્ઘટનાઓ સર્જાય છે. ગૌતમભાઈને તેમની ફરજની હદ બહારની કામગીરી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ થયો છે.

રેલવે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ

દુર્ઘટનાની ગંભીરતાને જોતા રેલવે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ તેમજ કરચિયા યાર્ડ ખાતે પહોંચી ગયા છે. અધિકારીઓએ આ મામલે ટેકનિકલ તપાસ શરૂ કરી છે કે લાઈન બંધ હતી કે ચાલુ, અને જો ચાલુ હતી તો કર્મચારી એન્જિન પર કેવી રીતે ચડ્યા? આ અકસ્માતે રેલવે યાર્ડમાં ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.