Get The App

હીરા સોલંકી, જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાનો ST બસ દોડાવી 'સ્ટંટ', ધારાસભ્યો દ્વારા કાયદાના ધજાગરા

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
હીરા સોલંકી, જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાનો ST બસ દોડાવી 'સ્ટંટ', ધારાસભ્યો દ્વારા કાયદાના ધજાગરા 1 - image

Bayad MLA Dhavalsinh Zala Drives ST Bus: ગુજરાતમાં નવી એસટી બસોના લોકાર્પણનો ઉત્સાહ હવે વિવાદોમાં ફેરવાઈ રહ્યો છે. જામકંડોરણા અને ગીર સોમનાથના ધારાસભ્યો બાદ હવે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન મામલે ચર્ચામાં આવ્યા છે. નવી બસના પ્રસ્થાન સમયે ધારાસભ્યે પોતે સ્ટીયરિંગ સંભાળીને બસ દોડાવતા તેમની સામે સવાલો ઊઠી રહ્યા છે.

લોકાર્પણના ઉત્સાહમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા

રાજ્ય સરકાર દ્વારા તમામ 182 ધારાસભ્યોને ફાળવવામાં આવેલી નવી બસો અંતર્ગત રવિવારે (22મી માર્ચ) બાયડ એસટી ડેપો ખાતે કાર્યક્રમ યોજાયો હતો. બાયડથી બેટ દ્વારકા સુધીની નવી બસ સેવાને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લીલી ઝંડી આપી હતી. જોકે, લીલી ઝંડી આપ્યા બાદ ધારાસભ્ય પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયા હતા અને બસ ચલાવવા લાગ્યા હતા. એસટી વિભાગના અધિકારીઓની હાજરીમાં જ આ પ્રકારનો 'ડ્રાઈવિંગ શો' યોજાયો હતો.

હીરા સોલંકી, જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાનો ST બસ દોડાવી 'સ્ટંટ', ધારાસભ્યો દ્વારા કાયદાના ધજાગરા 2 - image

આ પણ વાંચો: ટ્રાફિક નિયમોના ધજાગરા! જેતપુર અને સોમનાથમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ સીટબેલટ વગર દોડાવી ST બસ

શું ધારાસભ્ય પાસે હેવી વ્હીકલનું લાયસન્સ છે?

મોટર વ્હીકલ એક્ટ મુજબ, એસટી બસ જેવા હેવી કોમર્શિયલ વાહન ચલાવવા માટે ખાસ તાલીમ અને લાયસન્સ હોવું અનિવાર્ય છે. લોકો સવાલ ઉઠાવી રહી છે કે, શું ધારાસભ્ય પાસે બસ ચલાવવાનું માન્ય લાયસન્સ છે? જો કોઈ સામાન્ય નાગરિક હેલ્મેટ કે સીટબેલ્ટ વગર પકડાય તો પોલીસ તુરંત દંડ ફટકારે છે, તો ધારાસભ્ય સામે કાર્યવાહી કેમ નહીં? એસટી નિગમના અધિકારીઓ આ પ્રકારના જોખમી વર્તન વખતે કેમ મૌન સેવી રહ્યા છે?

હીરા સોલંકી, જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાનો ST બસ દોડાવી 'સ્ટંટ', ધારાસભ્યો દ્વારા કાયદાના ધજાગરા 3 - image

નેતાઓમાં નિયમભંગની હોડ: તંત્ર મૌન

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પણ આ જ પ્રકારે જાહેર રસ્તા પર એસટી બસ દોડાવીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તેમ છતાં, અત્યાર સુધી રાજ્ય સરકાર, એસટી નિગમ કે RTO વિભાગ દ્વારા કોઈ પણ ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

વિકાસના કામોમાં ઉત્સાહ જરૂરી છે, પરંતુ જે નેતાઓ વિધાનસભામાં બેસીને કાયદા ઘડે છે, તેઓ જ જ્યારે રસ્તા પર ઉતરીને કાયદાના લીરેલીરા ઉડાડે ત્યારે સામાન્ય જનતામાં ખૂબ જ નકારાત્મક સંદેશ જાય છે.