Get The App

વડોદરાના ડ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના ડ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો 1 - image

Vadodara Police : સ્ટેટ મોનિટરિંગ રેડ બાદ વડોદરાને ડ્રાય કરવાનો ઓર્ડર છૂટતા શહેર પોલીસની ટીમ દોડતી થઈ છે. તેમ છતાં એસએમસીએ પકડેલા દારૂ જેટલો દારૂ પણ શહેર પોલીસ પકડી શકે તેમ નથી. બે દિવસમાં પોલીસે માત્ર 20 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. 

પીસીબી પોલીસની માહિતી મળી હતી કે, જગદીશ સિંહ ચૌહાણ નામનો વ્યક્તિ કાળા કલરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ખોડીયાર નગર પાસે અમરદીપ સોસાયટીના નાકાથી પસાર થવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવીને જગદીશ સિંઘ મોહન સિંહ ચૌહાણ (રહે-ગોવિંદનગર, વીઆઈપી રોડ) ને દારૂ ભરેલી કાર સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, મને મારા શેઠ શક્તિસિંહે ફોન કરીને દારૂ ભરેલી કાર અમરદીપ સોસાયટીમાં અંદર લઈ જવાનું કહ્યું હતું. એક શખ્સ મને કાર આપી જતા હું કાર લઈને જતો હતો અને પોલીસે પકડી લીધો. જેથી પોલીસે શક્તિસિંહ તથા દારૂ ભરેલી કાર આપી જનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી પાસેથી પોલીસે દારૂની 575 બોટલ કિંમત રૂપિયા 4.92 લાખ તથા કાર મળીને કુલ 9.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

એલસીબી ઝોન 4 ની ટીમને માહિતી મળી હતી ખોડીયાર નગર રોડ વુડાના મકાન પાસે જગદીશ વસાવા (રહે-વાઈટ વુડાના, મકાનમાં પાંજરાપોળ રોડ ખોડીયાર નગર) વિદેશી દારૂનો વેચાણ કરે છે જેથી પોલીસની ટીમે બાપોદ પોલીસને સાથે રાખી ઉપરોક્ત સ્થળો રેડ કરતા જગદીશ રમેશભાઈ વસાવા મળી આવ્યો હતો. તેની પાસેથી દારૂ અને બિયરની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ કુલ 641 બોટલ કિંમત રૂપિયા 2.60 લાખની કબજે કરી હતી.

એલસીબી ઝોન 1 ની ટીમે પણ ગોરવા કેનાલ પાસેથી બે દિવસ પહેલા 13 લાખના દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.