Gujarat

વડોદરા પોલીસે બિહારમાં પગ રીક્ષા ચલાવી અપહ્યુત સગીરાને છોડાવી, અપહરણકારને પણ દબોચ્યો

By GS TEAM
3 Jan 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેર પોલીસ દ્વારા અન્ય રાજ્યમાંથી વધુ એક આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે. સગીરાનું અપહરણ કરનાર આ આરોપીને પકડવા માટે પોલીસે પગ રીક્ષા તેમજ શાકભાજીની રેકડી ચલાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પોલીસે બિહારમાં પગ રીક્ષા ચલાવી અપહ્યુત સગીરાને છોડાવી, અપહરણકારને પણ દબોચ્યો

Vadodara Police : વડોદરા શહેર પોલીસ દ્વારા અન્ય રાજ્યમાંથી વધુ એક આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે. સગીરાનું અપહરણ કરનાર આ આરોપીને પકડવા માટે પોલીસે પગ રીક્ષા તેમજ શાકભાજીની રેકડી ચલાવી હતી.

વડોદરાના હાલની વિસ્તારમાંથી આઠ મહિના પહેલા સગીર વયની એક છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાબતે તેના પરિવારજનોએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી,પરંતુ સગીરાનો કોઈ પત્તો લાગતો ન હતો.

દરમિયાનમાં પોલીસ દ્વારા જે યુવક ઉપર શંકા હતી અને તેના પર વોચ રાખવામાં આવી રહી હતી. આ યુવક લાંબા સમયથી બિહારના મુજબ મુઝફ્ફરનગર ખાતે ચાલ્યો ગયો હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા વખતોવખત તેની માહિતી મેળવવામાં આવતી હતી.

વડોદરા પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા જિલ્લા કેટલાક દિવસોથી મુજફ્ફરનગર ખાતે પડાવ નાખવામાં આવ્યો હતો. પોલીસે શ્રમજીવી, શાકભાજીની રેકડી તેમજ પગ રીક્ષા ચાલક જેવા વેશમાં યુવકના ઘરની આસપાસ વોચ રાખતા સગીરા ત્યાં હોવાનું જણાઈ આવ્યું હતું. 

ત્યારબાદ પોલીસે અજિત રામ બાબુ મહાતો (રામ દયાલુ થાના) ને દબોચી લઈ નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી. યુવકે સગીરાના અપહરણની કબુલાત કરતા સ્થાનિક પોલીસની મદદથી સગીરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને બંનેને વડોદરા લાવવામાં આવ્યા છે.