વડોદરા પોલીસ હેલ્મેટની કામગીરીમાં વ્યસ્ત, પીધેલા ડમ્પર ચાલકો શહેરમાં બેફામ ફરી રહ્યા છે, કારને અડફેટમાં લીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Accident : વડોદરા શહેર પોલીસ હેલ્મેટની કામગીરીમાં હાલ વ્યસ્ત બની છે ત્યારે પીધેલા ડમ્પર ચાલકો બેફામ બનીને ફરી રહ્યા છે. જેથી વડોદરામાં ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાય તેવી દહેશત સેવાઇ રહી છે.
રેસકોર સર્કલ પાસે નટુભાઈ સેન્ટર નજીક ગઈ મોડી રાત્રે એકદમ પર ચાલક પૂરપાટ વાહન હંકારી રહ્યો હતો ત્યારે એક કાર ચાલકને અડફેટમાં લેતા કારચાલકનો બચાવ થયો હતો પરંતુ કારને નુકસાન થયું હતું.
બનાવની પોલીસને જાણ કરાતા ડમ્પર ચાલક અને તેના ક્લીનરને અટકમાં લેવાયો હતો. જે દરમિયાન બંને જણા નશામાં ચૂર જણાઈ આવ્યા હતા. જેથી પોલીસે બંને સામે દારૂનો કેસ કરી ડમ્પર કબજે લીધું હતું.
પીધેલા ડમ્પર ચાલકનું નામ ઉદેશીંગ અર્જુનસિંહ પરમાર અને તેની સાથે બેઠેલાનું નામ મહેશ અર્જુનસિંહ પરમાર (બંને રહે અજબપુરા,સાવલી)હોવાનું જાણવા મળ્યું હતું.








