Get The App

ગુજરાત હોકી ટીમમાં વડોદરાના ખેલાડીઓનો દબદબો

મહિલા-પુરુષ બંને ટીમમાં શહેરના ૭ ખેલાડીઓની પસંદગી

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત હોકી ટીમમાં વડોદરાના ખેલાડીઓનો દબદબો 1 - image

હોકી ઈન્ડિયા દ્વારા આયોજિત ૧૬મી સબ જુનિયર હોકી ટુર્નામેન્ટ માટે ગુજરાતની ટીમની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં વડોદરાના ખેલાડીઓએ નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.

ગુજરાતની મહિલા હોકી ટીમમાં વડોદરાની ત્રણ ખેલાડીઓ દ્રષ્ટી કિરણ લોથે, ભાગ્યશ્રી સુશીલ બામનેલકર અને સગુન અમીત સોલંકીની પસંદગી કરાઈ છે.

તે જ રીતે પુરુષ હોકી ટીમમાં પણ વડોદરાના ચાર ખેલાડીઓ આર્યમન બોરા, હર્ષલ પાટીલ, અથર્વ પવાર અને દિશાંત પરમારને સ્થાન મળ્યું છે.

વડોદરાના કુલ ૭ ખેલાડીઓની ગુજરાત ટીમમાં પસંદગી થવાથી બરોડા હોકી એસોસિએશન માટે ગર્વની ક્ષણ બની છે.