Get The App

વિધર્મી યુવકની હિન્દુ યુવતીને ધમકી, હું મારી પત્ની સાથે ખુશ નથી.. તું નહીં આવે તો મરી જઈશ

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
વિધર્મી યુવકની હિન્દુ યુવતીને ધમકી, હું મારી પત્ની સાથે ખુશ નથી.. તું નહીં આવે તો મરી જઈશ 1 - image

ઈન્સ્ટાગ્રામ ઉપર એક વિધર્મી યુવક સાથે મિત્રતા થયા બાદ યુવતીને પ્રેમ રાખવા માટે દબાણ કરી મરી જવાની ધમકી આપતા આખરે યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. 

શહેરના ગોત્રી વિસ્તારમાં ખાનગી નોકરી કરતી યુવતીએ પોલીસને કહ્યું છે કે, સોશિયલ મીડિયા ઉપર મેં મહમદ કેફ નામના યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા અમારી વચ્ચે વાતચીત થઈ હતી. યુવકે મને પ્રપોઝ કરતા અમે કમાટીબાગમાં મળ્યા હતા અને ત્યારબાદ મોબાઈલની આપ-લે કરી અવારનવાર કેફે તેમજ અન્ય સ્થળે મળતા હતા. 

જોકે લગ્ન બાબતે અમે બંને અમારા પરિવારજનોને વાતચીત કરતા બંનેના પરિવારે જુદા ધર્મ હોવાથી ઇનકાર કર્યો હતો. જેથી મોહમ્મદ કેફે તેની જ્ઞાતિમાં લગ્ન કરી લીધા હતા. 

લગ્નના એક સપ્તાહ બાદ યુવકે મારો સંપર્ક કરતા મેં તેને સંબંધ રાખવાનો ઇનકાર કર્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ તેને બ્લોક કરી દીધો હતો. આમ છતાં તે મને અવારનવાર મળવાનો આગ્રહ રાખતો હતો અને હું મારી પત્ની સાથે ખુશ નથી તેમ કહી ભાગી જવા માટે દબાણ કરતો હતો.

યુવતીએ પોલીસને કહ્યું છે કે, મેં તેની સાથે સંબંધ નહીં રાખતા અને પોલીસ કેસ કરવાની ધમકી આપતા તેણે હું કોઈનાથી ડરતો નથી, તું નહીં આવે તો હું મરી જઈશ. તેમ કહી પજવણી ચાલુ રાખી હતી. જેથી મારા માતા-પિતા ન જાણ કરી પોલીસ ફરિયાદ કરી હતી. ગોત્રી પોલીસે આ ફરિયાદને આધારે તાંદલજાના શાંતિ વન સોસાયટીમાં રહેતા મહમદ કેફ રફીકભાઈ શેખ સામે ગુનો નોંધ્યો છે.