Get The App

વડોદરામાં હચમચાવી દેનારી ઘટના: ઓફિસમાં વેલેન્ટાઈન ડેના રોજ યુવકને બે શખસોએ માર માર્યો, બંનેની અટકાયત

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં હચમચાવી દેનારી ઘટના: ઓફિસમાં વેલેન્ટાઈન ડેના રોજ યુવકને બે શખસોએ માર માર્યો, બંનેની અટકાયત 1 - image


Vadodara News: વડોદરાના અકોટામાં એક ખાનગી ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને ઢોર માર મારતો વીડિયો વાઈરલ થતાં પોલીસ હરકતમાં આવી છે. પોલીસે તાલિબાની સજા આપતા 2 યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાત એમ છે કે શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો હતો કે ડીનર પર આવ, પરંતુ યુવતીના ભાઈને ખબર પડી જતાં 3-4 લોકો સાથે આવી મેસેજ કરનાર યુવક સાથે મારામારી કરી હતી. 

મોબાઈલ પર મેસેજ, બાદમાં પ્રેમ

વડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટી ભણતા યુવક અને યુવતી વચ્ચે પહેલા મિત્રતા થઈ હતી અને બાદમાં મોબાઈલ પર વાતો કરતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. વેલેન્ટાઇન ડેના રોજ યુવકે ગર્લફ્રેન્ડને મેસેજ કરી ડિનર માટે બોલાવી હતી. જેની ખબર યુવતીના ભાઈને પડી ગઈ હતી. 

વીડિયો ઉતારી વાઈરલ કર્યો

યુવતીનો ભાઈ અને યુવક બંને પહેલાથી મિત્રો છે, જેથી તેને મિત્ર યુવકને અકોટા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં યુવકને આવવા કહ્યું હતું, જે બાદ યુવક ત્યાં જતાં 4-5 લોકોએ તેને તાલિબાની સજા આપી હતી અને ઢોર માર મારતો વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો. 

2 યુવકની અટકાયત

વીડિયોમાં યુવકને એક બાદ એક ઘણા લાફા ઝીંકવામાં આવ્યા હતા તેમજ અભદ્ર શબ્દો સાથે તાલિબાની સજા જેવુ વર્તન કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો વાઈરલ થતાં અકોટા પોલીસ હરકતમાં આવી હતી. પીડિત યુવકે બદનામીના ડરથી ફરિયાદ કરવાની ચોખ્ખી ના કહી હતી. જે બાદ પોલીસે યુવકોને શબખ શીખવાડવા 151 હેઠળ 2 આરોપીની અટકાયત કરી આ મામલે વધુ તપાસ આદરી હતી.

આ પણ વાંચો: જુનાગઢ: મૃગીકુંડમાં સ્નાન સમયે મહિલા PI સાથે ગેરવર્તન બદલ કીર્તિ પટેલ વિરૂદ્ધ FIR, ભવનાથ પોલીસે તપાસ શરૂ કરી

વાઈરલ વીડિયોમાં એક યુવતી અને ત્રણ યુવકો દેખાઈ રહ્યા છે. જેમાંથી એક યુવતીનો ભાઈ અને એક બહેન છે જે બીભત્સ ગાળાગાળી કરી રહ્યા છે. યુવતીને મેસેજ કરનાર યુવકને બંધક બનાવ્યો હતો અને લાકડી તેમજ થપ્પડો મારી યુવકને પ્રતાડીત કર્યો હતો.