નવરાત્રિ 2025: વડોદરામાં યુનાઈટેડ વેના પાસ માટે અફરાતફરી, કાચ તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

United Garba Mahotsav 2025 Vadodara: નવરાત્રિ આડે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે વડોદરા ના પ્રસિદ્ધ યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘુમવા માગતા ખેલૈયાઓને સમયસર પાસ ન મળતા આજે પાસ લેવા માટે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અલકાપુરી ક્લબ ખાતે દોડી આવતા સવારે મેળા જેવો માહોલ છવાયો હતો. પરિસ્થિતિ પર કાબુ લેવા માટે પોલીસને પણ બોલાવવી પડી હતી. ધક્કા મૂકીના કારણે ચારથી પાંચ લોકોને નાની મોટી ઈજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના યુનાઈટેડ વેના ગરબા વિશ્વપ્રસિદ્ધ છે અને આ ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમમાં માગતા ખેલૈયાઓ દર વર્ષે હજારો રૂપિયા ખર્ચ કરતા હોય છે. આ વર્ષે પાસ ની કિંમત 5500 રાખવામાં આવી છે. અને પાસ ઘરે મળી રહે તે માટે કુરિયરના રૂપિયા 100 અલગથી ચૂકવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે
જોકે નવરાત્રિ આડે માત્ર એક દિવસ બાકી રહેતા અનેક ખેલૈયાઓને પાસ ન મળતા આયોજકોએ અલકાપુરી વિસ્તારમાં આવેલી અલકાપુરી ક્લબમાંથી પાસ લઈ લેવા માટેની સૂચના આપતા આજે સવારે મોટી સંખ્યામાં ખેલૈયાઓ પાસ લેવા માટે ધસી આવ્યા હતા. ક્લબ ખાતે લોકોના ટોળા એકઠા થઈ જતા પાસ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી અને ધક્કા મૂકીના કારણે કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.

પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પર આવી પાંસ વિતરણ વ્યવસ્થા બંધ કરાવી હતી અને ત્યારબાદ લોકોને પણ સ્થળ પરથી જતા રહેવાની સૂચના આપતા ખેલૈયાઓમાં વધુ રોશ ફેલાયો હતો.
આયોજકોએ આખરે જે લોકોના પાસ બાકી છે તેમને ક્યુ આર કોડના આધારે ગરબા ગ્રાઉન્ડમાં તમામ દિવસોમાં એન્ટ્રી આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. જોકે આ ખાતરી આપવા છતાં ખેલૈયાઓએ ક્યુ આર કોડ ના આધારે તેમને ગરબા ગ્રાઉન્ડ પર પ્રવેશ મળશે કે કેમ? તે બાબતે આશંકા વ્યક્ત કરી તેમને પાસ આપવામાં આવે તેવી માંગ કરી હતી. બીજી તરફ આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ પર પાંસ વિતરણ શરૂ કરવા માટેના પણ વિકલ્પો વિચાર્યા હતા.









