Get The App

જ્વેલર્સ શોરૂમમાંથી દાગીના ખરીદીને નીકળેલી માતા-પુત્રીનો પીછો કરી લુંટારા દાગીના લૂંટી ગયા

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
જ્વેલર્સ શોરૂમમાંથી દાગીના ખરીદીને નીકળેલી માતા-પુત્રીનો પીછો કરી લુંટારા દાગીના લૂંટી ગયા 1 - image

વડોદરા શહેરમાં લક્ષ્મીપુરા પોલીસની વિસ્તારમાં ગઈકાલે બપોરે લૂંટનો એક બનાવ બન્યો હતો. જેમાં દાગીના ખરીદીને નીકળેલી મહિલા નો પીછો કરી લૂંટારાઓ સોનાની બંગડી લૂંટી ગયા હતા. 

ઉંડેરામાં ઈશાનિયા ફ્લોરિંજા ખાતે રહેતા અનુરાધા દત્તાએ પોલીસને કહ્યું છે કે, 'ગઈકાલે હું મારી માતા સાથે રેસકોર્સના કલ્યાણ જ્વેલર્સમાં દાગીના ખરીદવા માટે ગઈ હતી. રૂ 2.21 લાખની 12 ગ્રામ બંગડી ખરીદી અમે પરત ફર્યા હતા. કૃણાલ ચાર રસ્તા પાસે નાસ્તો કરી અમે દર્શનમ કિંગ રેસીડેન્સી વાળા રસ્તે જઈ રહ્યા હતા તે દરમિયાન સ્કૂટર ઉપર આવેલા બે લૂંટારા પૈકી પાછળ બેઠેલા લૂંટારાએ મારી માતાનું દાગીના વાળું પર્સ લૂંટી લીધું હતું. જેમા રોકડા રૂ. 3000 પણ હતા.' જેથી લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.