Get The App

વડોદરા: સાસરીમાં રહેવા ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળા ફેાંસો ખાઈ આપઘાત

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: સાસરીમાં રહેવા ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળા ફેાંસો ખાઈ આપઘાત 1 - image

સાવલી તાલુકાના પોઇચા ગામે સાસરીમાં રહેતી સગીર વયની યુવતીએ રહસ્યમય સંજોગોમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતા વિસ્તારમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. 

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ દાવોલ ગામમાં રહેતા કિરણ સોમાભાઈ ગોહિલની 17 વર્ષની પુત્રી નિશાના લગ્ન સાવલી તાલુકાના પોઇચા ગામમાં રહેતા નિલેશ ભીખાભાઈ રાઠોડ સાથે નક્કી થયા હતા બંનેએ માતા અને પિતાની સંમતિથી લગ્ન પહેલા સગાઈ કરી હતી. 

આઠ મહિના પહેલા નિલેશને પગમાં ફેક્ચર થતા નિશા સાસરીમાં મદદ માટે આવી હતી. અને છેલ્લા આઠ મહિનાથી તે સાસરીમાં રહેતી હતી. તારીખ 30ના રોજ નિલેશ અને તેની માતા બંને ખેતરમાં ચાર લેવા માટે ગયા હતા ઘેર પરત ફર્યા ત્યારે ઘરના બંને દરવાજા બંધ હતા જેથી તેમને બારીમાંથી જોતા નિશા પંખા ઉપર ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. નિશાને તાત્કાલિક નીચે ઉતારી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જોકે તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ અંગે ભાદરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.