Gujarat

વડોદરા: ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 21 લાખની છેતરપિંડી

By GS TEAM
1 Mar 20262 mins read
TukuTouch Logo
ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા મળી ગયાનું એજન્ટે જણાવતા યુવક ટિકિટ લઇને ફલાઇટમાં સિંગાપુર થઇ ન્યૂઝીલેન્ડ જવા નીકળ્યો હતો. પરંતુ, સિંગાપુરની એમ્બેસીમાંથી તેને પરત ભારત મોકલી દેવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 21 લાખની છેતરપિંડી

ન્યૂઝીલેન્ડના વર્ક  પરમિટ વિઝા મળી ગયાનું એજન્ટે જણાવતા યુવક ટિકિટ લઇને ફલાઇટમાં સિંગાપુર થઇ ન્યૂઝીલેન્ડ જવા નીકળ્યો હતો. પરંતુ, સિંગાપુરની એમ્બેસીમાંથી તેને પરત ભારત મોકલી દેવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે આંગન એન્કલવમાં રહેતો હર્ષ નિલેશકુમાર પંડયા દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. માંજલપુર  પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.02-01-2024ના રોજ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી શિવાની જોશી વાઇટ સ્કવેર ઇન્ટરનેશનલ ન્યૂઝીલેન્ડ વિઝાની જાહેરાત જોઇ હતી. ત્યારબાદ મેં શિવાની જોશીનો સંપર્ક કર્યો હતો અને ન્યૂઝીલેન્ડ જવા માટે પૂછપરછ  કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડમાં રહેતા નિખીલ ઠક્કરની બર્ગરની સોપમાં કિચન હેન્ડ જોબ માટે એક વ્યક્તિની જરૃર છે. તારે ત્યાં જવું  હોય તો 30 લાખનો ખર્ચ થશે. મેં હા પાડતા નિખીલ ઠક્કર સાથે ઝૂમ એપ્લિકેશન પર ઇન્ટરવ્યૂ કરાવ્યો હતો. મેં શિવાની, વિનીત શાહને નિખીલના કહેવા મુજબ  રૃપિયા ચૂકવ્યા હતા. મેં તેઓના કહેવા મુજબ ૨૫ લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ મને ટિકિટ લઇને ન્યૂઝીલેન્ડ આવવાનું નિખીલે કહેતા હું ટિકિટ લઇને ફ્લાઇટમાં બેઠો હતો. સિંગાપુર એરપોર્ટ પર હું  ઉતર્યો હતો. ત્યારબાદ સિંગાપુર ખાતેની ઓકલેન્ડ એમ્બેસીમાંથી મને  પરત ભારત જવા જણાવ્યું હતું. આમ, (1) શિવાની લલિતભાઇ જોશી (2) વિનીતકુમા નીતિનકુમાર શાહ (3) નિખીલ ઠક્કર (રહે.ક્રાઇસ્ટ ચર્ચ, ન્યૂઝીલેન્ડ) તથા (4) અંકિત ગોવિંદભાઇ રબારી (રહે. રબારી  વાસ, ગોયાગેટ ચોકી પાછળ, પ્રતાપનગર) દ્વારા મારી સાથે છેતરપિંડી કરવામાં  આવી હતી. મેં માંજલપુર લીલેરીયા  પેરામાઉન્ટ ખાતે સેકન્ડ ફ્લોર પર આવેલી  વાઇટ સ્કવેર ઇન્ટરનેશનલ ઓફિસમાં જઇને રૂપિયા ચૂકવ્યા હતા. મેં ચૂકવેલા 25 લાખ  પૈકી મને માત્ર 4 લાખ પરત આપ્યા હતા. જ્યારે બાકીના 21 લાખ  હજી આપ્યા નથી.