વડોદરા: બાઈક ધીમું ચલાવવા કહેતા મારામારી, ચાર સામે ગુનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: પદમલા ગામ ખાતે બાઈક ધીમું ચલાવવા મામલે થયેલી મારામારીમાં છાણી પોલીસે ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પદમલાગામ ખાતે રહેતો 29 વર્ષનો વિજય ચુનારા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વિજયે પોલીસ ફરિયાદમાં કહ્યું કે ગઈ તા.4 સપ્ટેમ્બરે રાત્રે નવ વાગ્યે હું પરિવાર સાથે ઘરની બહાર ઓટલા પર બેઠો હતો ત્યારે એક અજાણ્યો વ્યક્તિએ બાઈક સ્પીડથી ચલાવી પાડોશી અશોક ગોવિંદ માળીના ઘરે ગયો હતો, જેથી અશોક ભાઈને મેં કહ્યું કે તમારી ત્યાં આવેલા વ્યક્તિને કહેજો બાઈક ધીમું ચલાવે. અશોકભાઈએ જવાબ આપ્યો હતો કે બાઈક ધીમું નહીં ચાલ તારાથી થાય તે કરી લે. આ દરમિયાન અશોક માળી, અવિનાશ માળી(રહે.દશરથગામ),મોયા માળી (રહે.પદમલા ગામ) તથા દક્ષા માળી (રહે.પદમલા ગામ)એ મારી સાથે ઝઘડો કર્યો હતો.મને મારા ભાઈ-પિતા પર લાકડી વડે હુમલો કર્યો હતો. તથા મારી પત્નીને ધક્કો મારી પાડી દઈ સામાન્ય ઈજા પહોંચાડી છે. છાણી પોલીસે અશોક, અવિનાશ, મોયા અને દક્ષા વિરૃધ્ધ ગુનો નોંધ્યો છે.




