Get The App

પેટ્રોલ-CNG ભાવધારાની ઈફેક્ટ: તા. 1લીથી રિક્ષા ભાડામાં રૂ. 10નો ઝીંકાયો વધારો

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
પેટ્રોલ-CNG ભાવધારાની ઈફેક્ટ: તા. 1લીથી રિક્ષા ભાડામાં રૂ. 10નો ઝીંકાયો વધારો 1 - image

હાલમાં ઈરાન-અમેરિકા ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધને કારણે ઈંધણની સર્જાયેલી અછતમાં પેટ્રોલ-ડીઝલ સીએનજીના ભાવ વધવાથી મોંઘવારીના કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધુ એક બોજો પડવા જઈ રહ્યો છે. વડોદરા ઓટો રિક્ષા યુનિયન દ્વારા આગામી તા. 1લી જુલાઈથી રિક્ષાના લઘુત્તમ ભાડામાં રૂપિયા 10નો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે યુનિયનના અગ્રણી વિનોદ જેઠવાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય કોઈ વિરોધ પ્રદર્શન નથી પરંતુ રિક્ષાચાલકોની મજબૂરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ વધ્યા છે, જેના પગલે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં વર્તમાન ભાડામાં ઘર ચલાવવું રિક્ષાચાલકો માટે અશક્ય બન્યું છે. આ અંગે રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી હતી. આજે રીક્ષા ચાલકોએ વડોદરા શહેર રેલ્વે સ્ટેશન ખાતે પ્લે કાર્ડ સાથે મોંઘવારી અને વધતું પેટ્રોલ અને સીએનજી ભાવને લઈને દેખાવો કર્યા હતા. આગામી 1, જુલાઈથી મિનિમમ ભાડું રૂપિયા 30 કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.