Gujarat

વડોદરામાં દિવાળીની રાત્રે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત સર્ગભાએ અધૂરા માસે જન્મ આપેલા બાળકનું મોત

By GS TEAM
7 Nov 20252 mins read
TukuTouch Logo
દિવાળી (21 ઓક્ટોબર) ની રાત્રે માંજલપુર અવધૂત ફાટક પાસે નશામાં ધૂત કાર ચાલકે ફૂટપાથ પર કાર ચડાવી દેતા ચાર વર્ષના બાળકનું મોત થયું હતું. જ્યારે સગર્ભા મહિલાને પણ ઈજા થઈ હતી સગર્ભા મહિલાની અધૂરા માસે ડિલિવરી કરવી પડી હતી. ત્યારબાદ સારવાર હેઠળના નવજાત શિશુનું ગુરૂવારે મોડી રાત્રે મોત થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં દિવાળીની રાત્રે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત સર્ગભાએ અધૂરા માસે જન્મ આપેલા બાળકનું મોત

Vadodara News: દિવાળી (21 ઓક્ટોબર) ની રાત્રે માંજલપુર અવધૂત ફાટક પાસે નશામાં ધૂત કાર ચાલકે ફૂટપાથ પર કાર ચડાવી દેતા ચાર વર્ષના બાળકનું મોત થયું હતું. જ્યારે સગર્ભા મહિલાને પણ ઈજા થઈ હતી સગર્ભા મહિલાની અધૂરા માસે ડિલિવરી કરવી પડી હતી. ત્યારબાદ સારવાર હેઠળના નવજાત શિશુનું ગુરૂવારે મોડી રાત્રે મોત થયું છે.

દારૂના નશામાં શિકાર થઈને નિતીન ઝાએ દિવાળીની રાત્રે અકસ્માત કર્યો હતો માંજલપુર અવધૂત ફાટક પાસે ફૂટપાથ પર સુતા પરિવાર પર ગાડી ચલાવી દીધી હતી અને અકસ્માત બાદ તે સ્થળ પરથી ભાગી ગયો હતો. લોકોએ પીછો કરીને તેને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો અકસ્માતમાં ચાર વર્ષના માસુમ બાળકનું મોત થયું હતું. 

જ્યારે સોનિયાબેન નામની સગર્ભા મહિલાને પણ ગંભીર ઈજા તથા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.નવજાત શિશુની હાલત ક્રિટિકલ હોય તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ગુરૂવારે મોડી રાત્રે નવજાત શિશુનું પણ મોત થયું હતું. જે અંગે રાવપુરા પોલીસ ની જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી ઘટના? 

વડોદરાના અવધૂત ફાટક નજીક વિશ્વામિત્રી રોડ પર (21 ઓક્ટોબર)ના રોજ મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની છે. નશામાં ધૂત કારચાલક નીતિન ઝાએ પોતાનો કાબૂ ગુમાવી કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી. તેણે ફૂટપાથ પર સૂતા શ્રમિક પરિવારને કચડી નાંખ્યા હતા. આ અકસ્માતમાં 4 વર્ષના માસૂમ બાળક ઉપર કારના પૈડાં ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક બાળકનું નામ નીતિન હોવાનું સામે આવ્યું છે. આ સિવાય સોનિયાબહેન અને આશાબહેન સહિતના અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી

અકસ્માત સર્જીને કારચાલક નીતિન ઝા કાર લઈને ભાગી છૂટ્યો હતો. જોકે, ત્યાં હાજર લોકોએ તેનો પીછો કરીને તેને અક્ષર ચોક પાસે ઝડપી પાડ્યો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જે પોલીસે કબ્જે કરી હતી.