Get The App

વડોદરા જિલ્લા ભાજપનો ફ્લોપ શો,ટિકિટ માટે રાફડો..ખડગેના વિરોધના કાર્યક્રમમાં માંડ 50 કાર્યકર

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા જિલ્લા ભાજપનો ફ્લોપ શો,ટિકિટ માટે રાફડો..ખડગેના વિરોધના કાર્યક્રમમાં માંડ 50 કાર્યકર 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા ભાજપાના આજે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત વિરોધી નિવેદન સામે ધરણાંના કાર્યક્રમનો ફ્લોપ શો થયો હતો.

જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓ માટે સેન્સ  પ્રક્રિયા યોજાઇ ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ટિકિટ વાંચ્છુઓનું ઘોડાપુર ઉમટયું હતું.પરંતુ  જિલ્લા હોદ્દેદારોએ કોઇ વ્યવસ્થા નહિ કરતાં ભારે નારાજગી જોવા મળી હતી.

સેન્સ પ્રક્રિયા પુરી થતાં જ જિલ્લા ભાજપના હોદ્દેદારોનો પ્રભાવ સાવ ઓસરી ગયો હોય તેવા દ્શ્ય આજે રતનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.જેમાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ગાંધીનગર હોવાનું કહેવાયું હતું.પરંતુ ત્યાં હાજર કાર્યકરો અને હોદ્દેદારોની સંખ્યા માંડ ૫૦ જેટલી થઇ હશે.

જિલ્લા ભાજપના કાર્યક્રમમાં કોને કોને બોલાવ્યા હતા

વડોદરા જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ અધ્યારુએ ધરણાં પ્રદર્શનના કાર્યક્રમમાં નીચે મુજબના હોદ્દેદારોને હાજર રહેવા કહ્યું હતું.જેમાં પૂર્વ ધારાસભ્યો કે પૂર્વ જિલ્લા પ્રમુખોનો કોઇ ઉલ્લેખ નથી.

- પ્રદેશના હોદ્દેદારો

- જિલ્લા સંગઠન અને મોરચાના હોદ્દેદાર

- જિલ્લાના સાસંદ,ધારાસભ્યો

- મંડળના સૌ હોદ્દેદારો અને મોરચાના હોદ્દેદારો

-જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગર પાલિકાના તમામ પૂર્વ સદસ્યો

- શક્તિ કેન્દ્રના સૌ સંયોજકો

-જિલ્લાના સૌ કારોબારી સભ્યો, પ્રદેશના કારોબારી સભ્યો