વડોદરા કોર્પોરેશને તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો ભરવાની મુદત 15 દિવસ વધારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation Tax : વડોદરા મ્યુનિસિપલ મિલકત વેરાના બિલો આપવાની 16 જુલાઈથી કરવામાં આવ્યા બાદ તમામ ઝોનમાં બિલો આપી દેવામાં આવ્યા છે, અને હવે તમામ ઝોનમાં બિલ ભરવાની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 માં બિલ ભરવાની છેલ્લી તા.29 ઓગસ્ટ હતી. જે વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી છે.
ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1, 2, 3, 7 અને 13 માં બિલ ભરવાની છેલ્લી તા. 4 સપ્ટેમ્બર હતી, તે વધારીને તા.19 કરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 4, 5, 6, 14 અને 15 માં છેલ્લી મુદત 11 સપ્ટેમ્બર હતી તે વધારીને તા.26 કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 16, 17, 18 અને 19 ની છેલ્લી મુદત 15 સપ્ટેમ્બર હતી તે વધારીને તા. 30 કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની મિલકતો માટે વેરા બિલ ભરવાની છેલ્લી તા.29 સપ્ટેમ્બર હતી તે વધારીને 14 ઓક્ટોબર કરવામાં આવી છે. તા.1એપ્રિલથી 29 ઓગસ્ટ સુધીમાં કોર્પોરેશનને કુલ 350.52 કરોડની આવક થઈ છે. જેમાં મિલકત વેરાની 303.98 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 28.69 કરોડ, વ્હીકલ ટેક્સની 17.55 કરોડ અને વોટર ચાર્જની 28.28 લાખ આવક થઈ ચૂકી છે. એડવાન્સ વેરા વળતર યોજનાનો 1.77 લાખ લોકોએ લાભ લીધો હતો. જેના દ્વારા કોર્પોરેશનને કુલ 187 કરોડની આવક થઈ હતી. કોર્પોરેશનમાં અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ છે.








