Get The App

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજૂર

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે દારૂના કેસમાં ધરપકડ કરાયેલા કોર્પોરેટર આશિષ જોષીના જામીન મંજૂર 1 - image

Vadodara Corporation : વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી વખતે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષી સામે સંખેડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. અમદાવાદની રામોલ પોલીસે તા.13મેએ આશિષ જોષીની અમદાવાદથી અટકાયત કરી સંખેડા પોલીસને સોંપ્યા હતા. બોડેલી સેશન્સ કોર્ટે આશિષ જોષીના જામીન ફગાવતા તા.15 મેએ જોષીને જ્યુડિ. કસ્ટડી હેઠળ રાજપીપળા જેલમાં ખસેડાયા હતા.

દરમિયાન આજે બોડેલી સેશન્સ કોર્ટમાં જોષીની રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા બચાવપક્ષની દલીલો હતી કે ચૂંટણીના બે દિવસ પહેલા પોલીસ ફરિયાદ નોંધી ઉમેદવારને ચૂંટણી લડતા રોકવાનો ઈરાદો હતો. અરજદૌર સામે મજબૂત એક પણ પુરાવો નથી. સરકારી વકીલની દલીલ હતી કે અરજદાર ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. તપાસ અધુરી હોઈ જામીન મળે તો સાક્ષીઓ પ્રભાવિત થઈ શકે છે. કોર્ટે નોંધ્યું કે, અરેસ્ટ મેમો પર ફક્ત અરજદારની સહી છે, પરિવારના સભ્યની સહી નથી.ઘટનાના 3 કલાક પહેલાનો 16 સેકન્ડના કોલથી ષડયંત્રનો ઈરાદો સ્થાપિત થઈ શકે નહિ. પાંડેને પકડયો હતો. તેણે પોલીસ સમક્ષ આ કેસના મુખ્ય આરોપી પ્રમોદ પાંડેને અગાઉથી જામીન મળી ચૂક્યા હોવાથી પેરિટીના સિદ્ધાંતના આધારે જોશી પણ જામીનના હકદાર બને છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા.24 એપ્રિલે સંખેડા પોલીસની ટીમે ઓરસંગ નદી પાસેથી કારમાંથી રૂા.396 લાખની કિંમતની દારૂની 299 બોટલ સાથે ડભોઇના પ્રમોદ દારૂનો જથ્થો વડોદરાના આશિષ જોષીએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસ કાર્યવાહી સામે ઉચ્ચકક્ષાએ રજૂઆત

કોંગ્રેસે જોષીની બદલાના ભાવથી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ કર્યા હતા, જ્યારે આશિષ જોષીએ આ મામલે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી ભાજપના નેતાના ઈશારે કાર્યવાહી થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. ઉપરાંત, પૂર્વ કાઉન્સિલર પારુલ પટેલે સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મચારીઓની કામગીરી સામે ગંભીર આક્ષેપો સાથે ડીજીપીને તપાસ માટે લેખિત ફરિયાદ કરી છે.

ધરપકડ વખતે આર્ટિકલ 22નો ભંગ : કોર્ટ

કોર્ટના અવલોકન મુજબ, આશિષ જાષીની ધરપકડ ગેરબંધારણીય હોવાનું પ્રથમદર્શનિય રીતે જણાય છે. ધરપકડ સમયે બંધારણની આર્ટિકલ-22 હેઠળ જરૂરી પ્રક્રિયાનું યોગ્ય પાલન કરાયું નથી, જે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જોષી સામે પ્રથમદર્શનીય રીતે કેસ ઊભો થતો નથી. રેડના અંદાજે ત્રણ કલાક પહેલા થયેલા માત્ર બે ફોન કોલના આધારે તેમની સંડોવણી દર્શાવાઈ છે. તપાસમાં તેમની વધુ કસ્ટોડિયલ પૂછપરછની જરૂરિયાત જણાતી નથી.