વડોદરા: આરોપીએ ગેમની લિંક મોકલી એન્ટ્રી ફીના નામે રૂ.25 હજાર પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં મ્યુલ એકાઉન્ટ સામે પોલીસની કાર્યવાહી દરમિયાન નવાપુરા પોલીસને એક બેંક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્જેક્શન જણાતા તેની તપાસ કરતા ગેમની લીંક મોકલી એન્ટ્રી ફીના નામે નાણાં પડાવ્યા હોવાનો ખુલાસો થતા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાયબર ક્રાઇમનું પ્રમાણ વધતા એક્શનમાં આવેલી ગુજરાત પોલીસે કાર્યવાહી હાથ ધરતા ઓનલાઇન ક્રાઈમ આચરતા ભેજાબાજો અને પોતાના બેન્ક એકાઉન્ટ નજીવા કમિશન માટે ભાડે આપી સાયબર ક્રાઈમમાં ભાગીદાર બનતા ખાતાધારકોની વિગતો બહાર આવી રહી છે. આ મામલે વડોદરા પોલીસે પણ છેલ્લા ત્રણ દિવસમાં 20થી વધુ આવા મ્યુલ ખાતાઓ (એવું બેન્ક ખાતુ જેનો ઉપયોગ ગઠિયાઓ ખોટી રીતે મેળવેલા ટ્રાન્સફર કરવા અથવા સંતાડવા માટે ઉપયોગ કરતા હોઈ) શોધી કાઢી ખાતાધારક , ખાતાનો ઉપયોગ કરનાર સહિતના શખ્સો સામે કાર્યવાહી કરી છે, ત્યારે નવાપુરા પોલીસે આવો વધુ એક ગુનો દાખલ કર્યો છે. જેમાં સેન્ટ્રલ બેન્ક (આર.વી. દેસાઈ રોડ )ની શાખામાં એક બેન્ક ખાતાધારકને જાવેદ મલિક (રહે તાંદળજા,વડોદરા)એ એલ.આઈ.ટી. ગેમની લીંકમાં એન્ટ્રી ફી તરીકે રૂ. 25,200 ભરાવી ઠગાઈ આચરી હતી. ગેમ લિંક ગ્રુપ દ્વારા સભ્યો બનાવી અન્ય લોકો પણ આ ઠગાઈનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે.









