Gujarat

ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં.48 ઉપર લૂંટ : 4 શખ્સો યુવકના પેન્ટના ખિસ્સામાંથી રૂ.25 હજારની રોકડ મત્તા લૂંટી નાસી છૂટ્યા

By GS TEAM
6 Nov 20252 mins read
TukuTouch Logo
યુવક દિવાળી બોનસ સહિતની રકમ માતાને વતન પહોંચાડવા બસની રાહ જોઈ રહ્યો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં.48 ઉપર લૂંટ : 4 શખ્સો યુવકના પેન્ટના ખિસ્સામાંથી રૂ.25 હજારની રોકડ મત્તા લૂંટી નાસી છૂટ્યા

Vadodara Robbery Case : ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં.48 ઉપર બે ટુ-વ્હીલર પર ઘસી આવેલ ચાર શખ્સો યુવકના પેન્ટના ખિસ્સામાંથી રૂ.25 હજારની રોકડ મત્તા લૂંટી નાસી છૂટતા ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

 મૂળ રાજસ્થાનનો વતની અને હાલ વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ ખાતે રહેતો રાકેશકુમાર ઘટીક જયુબિલી બાગ પાસે ફરસાણની દુકાનમાં નોકરી કરે છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા.23 ઓક્ટોબરના રોજ શેઠે મને રૂ.10 હજાર બોનસ આપ્યું હતું. લક્ઝરી બસ ચલાવતા મારા ગામના પરિચિત વ્યક્તિ વડોદરાથી રાજસ્થાન જઈ રહ્યા હોય તેમની મારફતે મારી માતાને પૈસા પહોંચાડવા માટે હું નેશનલ હાઇવે નં.48 પર પહોંચ્યો હતો. રાત્રે 8:30 વાગ્યાની આસપાસ એપીએમસી માર્કેટની સામે લોખંડના બ્રિજ નીચે સુરતથી અમદાવાદ તરફના માર્ગ ઉપર બસની રાહ જોઈ ઉભો રહ્યો હતો. તે વખતે એકટીવા અને બાઈક ઉપર ચાર શખ્સો મારી પાસે ઘસી આવ્યા હતા. જે પૈકીના બે શખ્સોએ મને પકડી રાખી અન્ય બે શખ્સોએ મારા પેન્ટના ખિસ્સામાંથી પર્સ કાઢી મને ધક્કો મારી નાસી છૂટ્યા હતા. મારા પર્સમાં બોનસ તથા અન્ય રકમ મળી કુલ રૂ.25 હજારની રકમ હતી. 

ચાર પૈકીના એક શખ્સની ટી શર્ટ પાછળ " કે " આલ્ફાબેટ હતો

ફરિયાદીએ શોર મચાવતા આસપાસથી લોકો મદદે આવી લુંટારૂઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. લુટારુ પૈકીના એક શખ્સે પહેરેલી ટીશર્ટની પાછળના ભાગે અંગ્રેજીમાં "કે" આલ્ફાબેટ હતો.