Gujarat

વડોદરા: મોડી રાત્રે દારૂનો નશો કરીને કાર ચલાવતા ત્રણ નશેબાજ ઝડપાયા

By GS TEAM
4 Jan 20261 min read
TukuTouch Logo
ગોરવા પોલીસનો સ્ટોક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પંચવટી હનુમાનજી મંદિર પાસે સામેથી એક કાર વાકી ચૂકી આવતી હોય પોલીસે ઓર્ડર કરી કારને ઊભી રાખી હતી. કારમાં બેસેલા વ્યક્તિએ પોતાનું નામ હાર્દિક નિલેશભાઈ દેસાઈ ઉંમરમાં 36 રહે ભાગ્યોદય સોસાયટી સહીઓ પોલીસ ચોકી સામને ગુરુવાર હોવાનું જણાવ્યું હતું. તેની કારમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: મોડી રાત્રે દારૂનો નશો કરીને કાર ચલાવતા ત્રણ નશેબાજ ઝડપાયા

ગોરવા પોલીસનો સ્ટોક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પંચવટી હનુમાનજી મંદિર પાસે સામેથી એક કાર વાકી ચૂકી આવતી હોય પોલીસે ઓર્ડર કરી કારને ઊભી રાખી હતી. કારમાં બેસેલા વ્યક્તિએ પોતાનું નામ હાર્દિક નિલેશભાઈ દેસાઈ ઉંમરમાં 36 રહે ભાગ્યોદય સોસાયટી સહીઓ પોલીસ ચોકી સામને ગુરુવાર હોવાનું જણાવ્યું હતું. તેની કારમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે હાર્દિક દેસાઈ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂની બે બોટલ તથા કાર કબજે લીધા છે.

અન્ય એક બનાવમાં જેપી રોડ પોલીસે રાણેશ્વર સર્કલ બશેરા ડુપ્લેક્સ પાસેથી દારૂનો નસો કરીને ગાડી ચલાવતા સાહિલ મોહમ્મદ સલીમ શેખ રહે આમિર કોમ્પ્લેક્સ તાંદલજાને ઝડપી પાડ્યો હતો. 

ઓલ્ડ પાદરા રોડ અક્ષર ચોક પાસેથી દારૂનો નશો કરીને કાર લઈને જતાં નશેબાજ દિપંશુ સતીશકુમાર કોઠારી રહે કિશન ગ્લોરી બિલ ગામ મૂળ, રહે ઈન્દોર એમપી ને જે પી રોડ પોલીસે ઝડપી પાડ્યો હતો.