Gujarat

ઉત્તર ગુજરાતમાં અકસ્માતની બે મોટી ઘટના: દિયોદર અને અમીરગઢમાં વાહનો વચ્ચે જોરદાર ટક્કર, બેના મોત

By GS TEAM
17 Jan 20262 mins read
TukuTouch Logo
ઉત્તર ગુજરાતમાં માર્ગ અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. દિયોદરના લુદરા પાસે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં એક ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે અમીરગઢના વાસડા બ્રિજ નજીક ત્રિપલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર ગુજરાતમાં અકસ્માતની બે મોટી ઘટના: દિયોદર અને અમીરગઢમાં વાહનો વચ્ચે જોરદાર ટક્કર, બેના મોત

Uttar Gujarat Road Accidents: ઉત્તર ગુજરાતમાં માર્ગ અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. દિયોદરના લુદરા પાસે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં એક ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે અમીરગઢના વાસડા બ્રિજ નજીક ત્રિપલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.

દિયોદરના લુદરા નજીક ટ્રક અને દૂધનું ટેન્કર વચ્ચે અકસ્માત

વાવ-થરાદ જિલ્લાના દિયોદરના લુદરા નજીક આજે (17મી જાન્યુઆરી) વહેલી સવારે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. દૂધનું ટેન્કર અને ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કર ચાલક લાખાભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આસ્ટોડિયા નજીક BRTS કોરિડોરમાં ગમખ્વાર અકસ્માત, રેલિંગ સાથે મોપેડ અથડાતા ચાલકનું મોત, પુત્રી ઈજાગ્રસ્ત

અમીરગઢના વાસડા બ્રિજ નજીક ત્રિપલ અકસ્માત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક મોડી રાત્રે બે ટ્રેલર અને એક ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. વાસડા બ્રિજ નજીક ત્રણ મોટા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં એક ડ્રાઇવરનું કેબિનમાં ફસાઈ જવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યા અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને વધુ સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતના સાચા કારણો અંગે તપાસ ચાલી રહી છે.