Gujarat

અમરેલી જિલ્લામાં માવઠું: ખાંભા, ધારી અને બગસરા સહિત ગીર પંથકમાં કમોસમી વરસાદ, રવિ પાકને ભારે નુકસાનની ભીતિ

By GS TEAM
23 Feb 20261 min read
TukuTouch Logo
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (23મી ફેબ્રુઆરી) અમદાવાદ, અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. જેમાં અમરેલી જિલ્લાના ખાંભા, ધારી, બગસરા સહિત ગીર પંથકમાં માવઠું થતાં ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી જિલ્લામાં માવઠું: ખાંભા, ધારી અને બગસરા સહિત ગીર પંથકમાં કમોસમી વરસાદ, રવિ પાકને ભારે નુકસાનની ભીતિ

Unseasonal Rain In Amreli: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (23મી ફેબ્રુઆરી) અમદાવાદ, અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. જેમાં અમરેલી જિલ્લાના ખાંભા, ધારી, બગસરા સહિત ગીર પંથકમાં માવઠું થતાં ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે.

અમરેલીના તાલુકા પંથકમાં કમોસમી વરસાદ

અમરેલી જિલ્લામાં ખાંભા, બગસરા, ધારી ગીર પંથકના ગામડામાં કમોસમી વરસાદ થયો છે. જેમાં ધારી-ગીરના દલખાણીયા, ગીગાસણ, ગઢીયા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. ખાંભા ગીરના ઈંગોરાળા, નાની ધારી, નાના વિસાવદર ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા

અમરેલીના તાલુકામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જેમાં ખેડૂતોના ચણા, ઘઉં, જીરું, તુવેર, ધાણા સહિતના પાકોને નુકસાનની ભીતિ વર્તાઈ છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી

બગસરા શહેર, ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે. જેમાં બગસરાના સુડાવડ, લૂંધીયા, સાપર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.