વડોદરાઃ શહેરના અકોટા વિસ્તારના મોલમાંથી ઓછી રકમનું બિલ બનાવી વધુ માલ લઇ જતી બે મહિલા પકડાઇ જતાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,અકોટા ડીમાર્ટ ખાતે સાંજના સમયે બે મહિલા તેલ, ઘી,કાજુ,બદામ,ટી શર્ટ,સ્વેટર જેવી ચીજો લઇને નીકળતી હોવાથી બિલ ચેક કરવામાં આવ્યું હતું.જે દરમિયાન તેમની પાસે માત્ર રૃ.૩૦૬૩નું બિલ મળ્યું હતું.
આ બિલની સામે લઇ જવાતી ચીજોની કિંમત રૃ.૨૩ હજારથી વધુ થતી હતી.જેથી અર્ચના અને ખુશ્બૂ નામની બે મહિલાની સામે પોલીસે ગુનો નોંધી વધુ પૂછપરછ કરી રહી છે.


