Get The App

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર કાર અને મોપેડ વચ્ચેના અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક શ્રમિકનું અંતરીયાળ મૃત્યુ

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર કાર અને મોપેડ વચ્ચેના અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક શ્રમિકનું અંતરીયાળ મૃત્યુ 1 - image

Jamnagar Accident : જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. મેઘપર પડાણા ગામના પાટીયા પાસે એક મોપેડ સવાર શ્રમિકને કારના ચાલકે ઠોકરે ચડાવી હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા હીરાભાઈ રામજીભાઈ નકુમ નામના 58 વર્ષના શ્રમિક, કે જેઓ પોતાનું મોપેડ લઈને જામનગર ખંભાળિયા ધોરીમાર્પર પડાણા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે 36 એ આર 3352 નંબરની કારના ચાલકે મોપેડને પાછળથી ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં મોપેડ સવાર રામજીભાઈ નકુમને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી, અને તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું છે.

 આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર રાકેશ હીરાભાઈ નકુમે મેઘપર પડાણા પોલીસમાં પોતાના પિતાને મોપેડ સહિત ઠોકરે ચડાવીને મૃત્યુ નીપજાવવા અંગે કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં મેઘપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.