Get The App

પંચમહાલ: શહેરામાં ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ, ગેરકાયદે સફેદ પથ્થર ભરેલી બે ટ્રક ઝડપી પાડ્યા

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
પંચમહાલ: શહેરામાં ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ, ગેરકાયદે સફેદ પથ્થર ભરેલી બે ટ્રક ઝડપી પાડ્યા 1 - image


Panchmahal Mining Mafia: પંચમહાલ જિલ્લામાં ગેરકાયદે ખનન અને પરિવહન કરતા ખનીજ માફિયાઓ સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. શહેરાના પ્રાંત અધિકારીએ હાઈવે પર ઓચિંતું ચેકિંગ હાથ ધરી ગેરકાયદે સફેદ પથ્થર ભરેલી બે ટ્રકો ઝડપી પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

માફિયાઓમાં ફફડાટ

મળતી માહિતી અનુસાર, શહેરાના તાડવા અને અણીયાદ ચોકડી પાસેથી પસાર થતા હાઈવે પર પ્રાંત અધિકારીની નજર બે શંકાસ્પદ ટ્રકો પર પડી હતી. અધિકારીએ તાત્કાલિક આ ટ્રકોને અટકાવીને તલાશી લેતા તેમાંથી મોટા પ્રમાણમાં સફેદ પથ્થરનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન બંને ટ્રકના ચાલકો પાસે સફેદ પથ્થરના વહન માટે જરૂરી પાસ-પરમિટ કે અન્ય કોઈ કાયદેસરના કાગળો મળી આવ્યા ન હતા. આ પથ્થરનો જથ્થો ગેરકાયદે હોવાનું સાબિત થતા પ્રાંત અધિકારીએ બંને ટ્રકોને કબજે કરી શહેરા તાલુકા સેવા સદન ખાતે ખસેડી હતી. ખનીજ ચોરીના આ મામલે ટ્રક માલિકો અને ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: LPGની અછત વચ્ચે પંચમહાલના ગોધરામાં દરોડા, બેહિસાબી કોમર્શિયલ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો

પ્રાંત અધિકારીની આ સીધી અને આકસ્મિક કાર્યવાહીને પગલે શહેરા પંથકમાં સક્રિય ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ ગેરકાયદે ખનન રોકવા માટે આવી ઝુંબેશ ચાલુ રાખવાના સંકેતો આપવામાં આવ્યા છે.