Gujarat

સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે સ્વિમર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

By GS Team
22 Aug 20251 min read
This article was originally published on 22 Aug 2025
સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે સ્વિમર્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન


ગઈ તા.4થી 8 ઓગષ્ટ દરમ્યાન ભોપાલની એનઆરઆઈ ગ્લોબલ ડિસ્કવરી શાળા ખાતે યોજાયેલી સીબીએસઈ ક્લસ્ટર વેસ્ટ ઝોન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના બે તરવૈયાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

ઉર્મી શાળાના વિદ્યાર્થી મંદીપ સિંહ સંધાએ અંડર-19 કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને 3 સ્વર્ણ અને 2 રજત પદકો જીત્યા હતા. જ્યારે દિલ્હી પબ્લિક શાળાના વિદ્યાર્થી સારાહ સરોહાએ અંડર-17 કેટેગરીમાં 5 રજત પદકો જીત્યા હતા. બન્ને ખેલાડીઓ હવે સીબીએસઈ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ માટે પસંદ થઈ ગયા છે. આ સિદ્ધિ ગુજરાત અને માટે ગર્વની વાત છે. તેઓ વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ તાલીમ લે છે.