Get The App

સુભાનપુરામાં બે પુત્રોની પિતાને ધમકી..ત્રણ દિવસમાં મકાન ખાલી કરી દો નહિંતર જોઇ લેશું

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
સુભાનપુરામાં બે પુત્રોની પિતાને ધમકી..ત્રણ દિવસમાં મકાન ખાલી કરી દો નહિંતર જોઇ લેશું 1 - image

વડોદરાઃ પત્નીના અવસાન બાદ બીજી મહિલા સાથે રહેતા પિતાને બે પુત્રોએ મકાન ખાલી કરવાની ધમકી આપતાં તેમણે પોલીસ ફરિયાદ કરી છે.

સુભાનપુરાની રેસકોર્સ સોસાયટીમાં રહેતા હરિશભાઇ ઠાકોરે પોલીસને કહ્યું છે કે,મારી પત્નીના અવસાન  બાદ હાલમાં હું બીજી મહિલા સાથે રહું છું.જેથી મારા પુત્ર રાજ અને રાજા મને ધમકીઓ આપી રહ્યા છે.

અગાઉ તેમણે મને માર મારતાં મેં ફરિયાદ કરી હતી.હવે તેમણે ત્રણ દિવસમાં મકાન ખાલી નહિ કરે તો જોઇ લેશું તેવી ધમકી આપી છે.જેથી પોલીસે બંને પુત્ર સામે ગુનો નોંધ્યો છે.