Get The App

બલ્કમાં શેર અપાવવાનંું કહીને બે ભેજાબાજે ૧૮ લાખ પડાવી લીધા

યુવકને સીગારેટ લેવા મોકલીને આરોપી કાર ચાલુ કરીને રૃપિયા લઇને ભાગી ગયો

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
બલ્કમાં શેર અપાવવાનંું કહીને બે ભેજાબાજે ૧૮ લાખ પડાવી લીધા 1 - image

વડોદરા,બલ્કમાં અને સસ્તામાં શેર અપાવવાનંું કહીને શેરમાર્કેટનું કામ કરતા યુવકના ૧૮ લાખ રોકડા પડાવી લેવામાં આવ્યા હતા. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીઓની શોધખોળ  હાથ ધરી છે.

આજવારોડ દર્શનમ હાઇવ્યુમાં રહેતો રાહુલ કમલેશભાઇ વૈષ્ણવ રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે  છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારા મિત્રો સાથે આજવારોડ પર બોક્સ ક્રિકેટમાં રમવા જતો હતો.તે સમયે શેર માર્કેેટનું કામ કરતા  મોહિત અગ્રવાલ સાથે ઓળખાણ થઇ હતી. ચાર મહિના પહેલા મોહિતે સારા ભાવે સ્ટોક મેળવવા માટે વાત કરતા મેં કહ્યું કે, આજવારોડ પર રહેતા વિશ્વજીત સોલંકી બજાર ભાવ કરતા બે થી ત્રણ રૃપિયા ઓછા ભાવે બલ્કમાં સ્ટોક મેળવી આપે છે. ૧૮ લાખ રૃપિયાના શેરનો સ્ટોક લેવા માટે વિશ્વજીતને વાત કરતા તેમણે અમને રૃપિયા લઇને રામાધણી કલેક્શન નામની ઓફિસમાં મેહુલ સાટિયાને આપી દેવા કહ્યું હતું. મેં મારા ભાઇ જયદીપ તથા મિત્ર રમણદીપસિંગ સાથે મોહિત અગ્રવાલને રૃપિયા આપવા માટે મેહુલ સાટિયાની ત્યાં મોકલી આપ્યા હતા. રૃપિયા ગણી લીધા પછી મેહુલ સાટિયાની ઓફિસેથી  આજવા ચોકડી કાન્હા સિટિ પાસે તેની કાર લઇને આવ્યા હતા. મેહુલ સાટિયાએ રમણદીપને સીગારેટ લેવા મોકલી કાર અને  રૃપિયા લઇને ભાગી ગયો હતો.