Get The App

ક્રિકેટ મેચ પર સોદા પાડી ઓનલાઈન જુગાર રમતા બે ઈસમ ઝડપાયા

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
ક્રિકેટ મેચ પર સોદા પાડી ઓનલાઈન જુગાર રમતા બે ઈસમ ઝડપાયા 1 - image

- બંને શખ્સ કારમાં બેસી સોદા પડતા હતા

- બોર તળાવ પોલીસે કાર, રોકડ રકમ મોબાઈલ મળી રૂ. 10.42 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : ફુલસર ઓમ શાંતી રેસીડેન્સીમાં બે ઈસમો કારમાં બેસી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર ઓનલાઇન વેબસાઈટ પર સોદાઓ પાડી જુગાર રમતા બોરતળાવ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે , ફુલસર ઓમ શાંતી રેસીડેન્સીમાં કાળા કલરની ક્રેટા કારમાં બેસી નીલ ધિરૂભાઈ દિહોરા (રહે. બોરતળાવ ખોડીયાર ચોક, ભાવનગર) તથા સંજય મેપાભાઇ કામ્બડ (રહે. ગણેશનગર ભાવનગર ) ક્રેટા તેઓના મોબાઇલ ફોનમાં ઓનલાઇન એપ્લીકેશન ડાઉનલોડ કરી હાલમાં ચાલતી ભારત વર્સીસ ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી વર્લ્ડ કપ સેમી ફાઇનલ મેચ ઉપર ક્રિકેટ મેચનાં સોદા કરી હારજીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે બોરતળાવ પોલીસે દરોડો પાડી કારને કોર્ડન કરી કારની અંદરથી બન્ને ઇસમને  મોબાઇલ ફોનમાં ગ્રાન્ડ સેવન ઇન તેમજ બીગ એચેન્જ ઝિરો નાઇન વેબસાઇટમાં આઈ ડી પાસર્વડથી હાલમાં ચાલતી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટી ટ્વેન્ટી મેચ ઉપર ક્રિકેટ મેચમાં હારજીતનાં અલગ અલગ આઇડીમાં સોદા કરતા મોબાઈલ કાર રોકડ રકમ મળી રૂ. ૧૦,૪૨,૭૦૦ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.