Gujarat

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી

By GS TEAM
29 Oct 20252 mins read
ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી

વડોદરા : ભાયલી બીલ રોડ પર મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ હાલ આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલે કોર્ટમાચાલી રહી છે ત્યારે આજે કોર્ટમાં મહિલા કોન્સ્ટેબલ અને ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલની જુવાબી લેવામાં આવી હતી. કેસની વધુ સુનાવણી તા.૬ નવેમ્બરના રોજ હાથ ધરાશે.

ગત વર્ષે નવરાત્રીના તહેવારમાં તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાત્રે ૧૧.૩૦ કલાકે સગીરા તેના મિત્ર સાથે ભાયલી બીલ રોડ પર બેઠી હતી તે સમયે પાંચ શખ્સ બે બાઇક પર આવ્યા હતા અને તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી બનજારા અનેઅજમલ બનજારાની ધરપકડ કરી હતી.

હાલ આ તમામ આરોપીઓ જેલમાં છે અને આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ કોર્ટમાં અઠવાડિયામાં બે દિવસ ચાલી રહી છે ત્યારે આજે વધુ બે સાક્ષીઓને તપાસમાં આવ્યા હતા. સુત્રોએ જણાવ્યું હતું કે, પિડીતાને સાથે રાખીને ગોરવા પોલીસ સ્ટેશનના જે મહિલા કોન્સ્ટેબલે બનાવની જગ્યાએ ગયા હતા તેમની જુબાની લેવામાં આવી હતી. આજ રીતે ક્રાઇમ બ્રાન્ચના જે કોન્સ્ટેબલે આરોપીને જે જગ્યાએથી ઝડપી પાડયા હતા તેની પણ આજે જુબાલી લેવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, આ કેસમાં અત્યાર સુધીમાં ૨૪થી વધુ સાક્ષીઓને તપાસમાં આવ્યા છે અને હજી દસ જેટલા સાક્ષીઓને તપાસમાં આવનાર છે.