Get The App

તરસામીયામાં યુવાનને 2 શખ્સે છરીના ઘા ઝીંકી દીધા

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
તરસામીયામાં યુવાનને 2 શખ્સે છરીના ઘા ઝીંકી દીધા 1 - image

બે શખ્સ સામે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ

દુકાનમાંથી જાતે માલસામાન લેવાની ના પાડતા માર મારી ધમકી આપી

ભાવનગરતરસમીયા રોડ ખારસી વિસ્તારમાં રહેતો યુવાન દુકાને બેઠો હતો ત્યારે માલ સમાન લેવા આવેલો શખ્સ પોતાની જાતે સામાન લેવા લાગતા યુવાને જાતે સામાન લેવાની ના પાડતા બે શખ્સે ઉશ્કેરાઈ યુવાનને ગાળો આપી છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તરસમીયા રોડ ખારસી વિસ્તારમાં રહેતા મનીષભાઈ પાંચભાઈ ડાભી દુકાન ઉપર એકલા હતા ત્યારે  સોસાયટીમાં રહેતા મિલન દિલીપ મોરી માલ સામાન લેવા માટે આવેલ અને તેની રીતે માલ સામાન લેવા લાગતા મનીષભાઈએ જાતે માલસામાન લેવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈ દિલીપ મોરીએ કહેલ કે, આજે તને પતાવી દેવો છે. તેમ મારી નાખવાની ધમકી આપી પોતાના ઘરે જઈ તેના કાકાના દીકરા ચિરાગને મોપેડ ઉપર સાથે લાવી મનીષભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી મારામારી કરી ચીરાગભાઈએ પોતાની પાસે રાખેલ છરી કાઢી મનીષભાઈ જમણા પડખામાં એક ઘા મારી ગંભીર ઈજા કરી નાસી છૂટયા હતા. આ બનાવ સંદર્ભે મનીષભાઇએ બે શખ્સ વિરૃધ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.