Get The App

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી 1 - image

મહુવા ટાઉન પોલીસ મથકમાં બે શખ્સ વિરૃધ્ધ ફરિયાદ

ગામના શખ્સે બંગાળ ખાતે જઈ અન્ય શખ્સ સાથે મળી ડુંગળી મંગાવી રૃપિયા મોકલ્યા નહીં

ભાવનગરમહુવાના લોંગીયા ગામના ડુંગળીના વેપારી પાસે ૬૩૫ ડુંગળીની બોરી બે શખ્સે બંગાળમાં આવેલ માલદા ખાતે મંગાવી વૃદ્ધ વેપારી સાથે રૃ.૭.૭૩ લાખનો વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

હુવા તાલુકાના દયાળ ગામના વતની અને અને હાલ લોંગિયા ગામે રહેતા સામતભાઇ ચૌહાણ વર્ષ-૨૦૧૩માં મહુવા માર્કેટીગ યાર્ડમાં શ્રી લાભ ઓનીયન નામની દુકાન ધરાવે છે અને માર્કેટીગયાર્ડમાં શ્રી લાભ ઓનીયનમાં પ્રોપ્રાઇટર પણ છે. મહુવા માર્કેટીગ યાર્ડમાં ડુંગળીનો વેપાર ધંધો કરે છે. તે દરમ્યાન મહુવા માર્કેટીગ યાર્ડમાં મહેતાજી તરીકે કામ કરતા મહેશ (રહે. ભવાનીનગર, મહુવા) સાથે  અવાર-નવાર મહુવા માર્કેટીગ યાર્ડમાં મળવાનુ થતુ હોવાથી સામતભાઇ તેને ઓળખવા લાગ્યા હતા. મહેશ વર્ષ-૨૦૨૩ની સાલમાં બંગાળના માલદા માર્કેટમાં ડુંગળીનો વેપાર કરવા માટે ગયો હતો. દરમિયાનમાં સામતભાઇને ફોન કરીને વાત કરેલ કે, અહીંયા બંગાળ માર્કેટમાં ડુંગળીનો ભાવ સારો છે અને બાંગ્લાદેશની બોર્ડર ખુલ્લી છે. જેથી સારો ભાવ આવે છે અને બંગાળના વેપારી રાજેશ સાથે પણ વાત થયેલી હતી. જેથી સામતભાઇએ ગઇ તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ મહેશના કહેવા મુજબ રાજેશભાઇને મહુવા માર્કેટીંગ યાર્ડમાં શ્રીલાભ ઓનીયન ખાતેથી ડુંગળી ગુણ નંગ ૬૩૫ જેની મહુવાના માર્કેટીંગ યાર્ડના ભાવ પ્રમાણે કિ.રૃ.૭,૭૩,૧૧૨ની ગણી શકાય, જે કિસાન ટ્રાન્સપોર્ટની ગાડી (જીજે-૦૪-એડબલ્યુ -૬૭૬૧)માં ભરીને મોકલેલ હતી અને ગાડી સાથે શ્રી લાભ ઓનીયન જનરલ મરચન્ટ અને કમીશન એજન્ટની ટપાલમાં ડુંગળી તથા ટ્રકની વિગત ભરીને સાથે મોકલેલ હતી. જે ડુંગળી બંગાળમાં આવેલ માલદા માર્કેટમાં રાજેશની પેઢીમાં મહેશે ઉતારેલ હતી અને તા.૨૮ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ રાજેશએ તેના મોબાઇલ ફોન પર વાત કરેલ કે, તમારો માલ અહીયા પહોંચી ગયેલ છે. જે વેચાઇ જાય પછી તમારુ બીલ શ્રીલાભ ઓનીયનના એકાઉન્ટમાં જમા કરાવીશું ત્યારબાદ વારંવાર રૃપિયાની ઉઘરાણી કરી હોવા છતાં વાયદાઓ કરી બંને શખ્સે સામતભાઇ સાથે રૃ.૭,૭૩,૧૧૨ નહીં આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ સંદર્ભે સમયભાઈએ બે શખ્સ વિરૃધ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.