Gujarat
ધ્રાંગધ્રાના કોળીપરામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા
By GS TEAM
27 Oct 20251 min read

ધ્રાંગધ્રા -
ધ્રાંગધ્રા સિટી પોલીસે કોળીપરા વિસ્તારમાં કેટલાક શખ્સો
જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે રેઇડ કરી હતી. જેમાં (૧) સમીરભાઈ
અલ્તાફભાઈ મમાણી (૨) અસ્લમભાઈ સલીમભાઈ ભટ્ટી (બંને રહે. ખાટકીવાસ)ને ગુદડી પાસાનો
જુગાર રમતા રોકડ રૃ.૭,૯૭૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
હતા અને બંને શખ્સો વિરૃદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી
કાર્યવાહી હાથ ધરી છે.









