Gujarat

અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ

By GS TEAM
13 Sep 20251 min read
અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ

સેક્ટર-૧૬ની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

આરોપીઓ ચાંદખેડાકૃષ્ણનગરબોડદેવસરદારનગર અને મોડાસામાં પણ અગાઉ ગુનાઓ આચરી ચૂક્યા હોવાનું ખુલ્યું

ગાંધીનગર :  પાટનગરમાં સેક્ટર ૧૬માં આવેલી દુકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ આખરે ઉકેલાઇ ગયો છે. એલસીબી ૧ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા અમદાવાદના નિકોલ અને નરોડાના રહેવાસી બે રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓ ચાંદખેડા, કૃષ્ણનગર, બોડદેવ, સરદારનગર અને મોડાસા પોલીસની હદમાં પણ અગાઉ ગુનાઓ આચરી ચૂક્યા હોવાનુ ખુલ્યુ હતું.

પોલીસ દ્વારા અમદાવાદના નિકોલ વિસ્તારમાં દાસ્તાન સર્કલ નજીક પારંતી ફ્લેટ્સમાં રહેતા દિવ્યાંગ બળવંતભાઇ રાઠોડ અને નરૌોડા વિસ્તારમાં સંતોષઈનગરના છાપરામાં રહેતા વિજય રાજુભાઇ બગ્ગા નામના શખ્સોને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતાં. તેમની પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલુ સ્કુટર, બે મોબાઇલ ફોન તથા એક ડિસમીસ મળીને રૃપિયા ૫૭,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઇન્સપેક્ટર ડી. બી. વાળા દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે આરોપીઓ સામે અગાઉ ચાંદખેડા, કૃષ્ણનગર, બોડદેવ, સરદારનગર અને મોડાસા પોલીસ મથકમાં પણ ગુનાઓ નોંધાઇ ચૂકેલા છે. ઉપરોક્ત બન્ને આરોપીએ ગાંધીનગરમાં સેક્ટર ૧૬માં આવેલી રાજેન્દ્ર કિરાણાસ્ટોર નામની દુકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ગુનો સેક્ટર ૨૧ પોલીસ મથકમાં નોંધાયેલો હોવાથી આરોપીઓનો કબ્જો ત્યાં સોંપવામાં આવતાં સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.