Gujarat

મોપેડની ડીકીમાંથી ચોરી કરનાર બે રીઢા આરોપી ઝડપાયા

By GS TEAM
9 Nov 20251 min read
મોપેડની ડીકીમાંથી ચોરી કરનાર બે  રીઢા આરોપી ઝડપાયા

 વડોદરા,મોપેડની ડીકીમાંથી ચોરી કરનાર બે આરોપીઓ વસીમખાન યુસુફખાન પઠાણ (રહે. કાસમાલા કબ્રસ્તાન, કારેલીબાગ) તથા મોહંમદહુસેન અરશદભાઇ મિર્ઝા (રહે. મદીના મસ્જિદ પાસે, ભાંડવાડા)ને એલ.સી.બી. ઝોન - ૨ ની ટીમે ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી રોકડા ૧.૦૭ લાખ, મોપેડ અને મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૧.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વસીમ સામે અગાઉ ગુજસીટોક, વાહન ચોરી સહિત ૧૬ તથા  આરોપી મોહંમદ હુસેન સામે ૬ ગુનાઓ નોંધાયા છે.