જૂની અદાવતે વાસણઘાટમાં બે ટોળાની હથિયારો સાથે અથડામણ

- પોલીસે હસ્તક્ષેપ કરી ટોળા વિખેર્યા
- વાસણઘાટમાં અથડામણ સર્જાતા ભયનું વારવાર ફેલાયું, પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી
નિલમબાગ પોલીસ મથકના એએસઆઈ હાદકભાઈ ભુપતભાઈ ભટ્ટ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન વાસણઘાટ પાસે માથાકૂટ થઈ હોવાની બાતમી મળતા તુરતજ વાસણ ઘાટ પહોંચ્યા ત્યારે હથિયારો સાથે ટોળા હતા.અને જાણવા મળેલ કે, અલ્તાફ ઉર્ફે અબા ઇમરાનભાઈ કાદરી નામના વ્યક્તિ અને દાનીશ ઉર્ફે ભોલુ અબ્દુલરજાકભાઈ કુરેશી નામના વ્યક્તિને અગાઉની માથાકુટ હોય અને તેઓ દિવસે સામ-સામે ભેગા થતા તેઓએ એકબીજા સામે કાતર મારેલ હોય જેથી એકાબીજાને નહી ગમતા તેનો રાગદ્વેષ રાખી બંને પક્ષએ પોત-પોતાના માણસોને બોલાવી બંને પક્ષે ગેરકાયદેસર મંડળી રચી એકસંપ કરી લોખંડના પાઇપ, તલ વાર, લાકડાનો ધોકો જેવા પ્રાણઘાતક હથિયારો લઈ વાસણઘાટ પાસે સામ સામે ભેગા થઈ ગયા હતા.બંને પક્ષે માથાકુટ ઝઘડો કરી મારામારી કરી એકબીજાને ઇજાઓ કરી એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં ગાળો બોલી શાંતિ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો. વાસણઘાટ વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું.આ બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસ મથકના એએસઆઈ હાદકભાઈ ભુપતભાઈ ભટ્ટએ ૧૧ શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.
16 શખ્સ વિરૂધ્ધ નિલમબાગ પોલીસમાં ફરિયાદ
વાસણ ઘાટ વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર અલ્તાફ ઉર્ફે અંબા ઇમરાનભાઈ કાદરી, અમન ઉર્ફે બાબુ હબીબાણી,યાસીન ઉર્ફે માણીયો કરીમભાઈ ઓપયાની,ઇનાયત ઉર્ફે મેલી ઇમ્તીયાઝભાઇ હબીબાણી,સકિલ ઉર્ફે બાબા બેલીમ,દાનીશ ઉર્ફે ભોલુ અબ્દુલરજાકભાઈ કુરેશી,સાહિલ ઉર્ફે હસ્તી જાહીદભાઈ સૈયદ,વાસીફ મઝીદભાઈ ખોખર,કુવેજ ઉર્ફે માયા હરીફભાઇ મલેક,સહેજાન ઇર્ષાદભાઈ કુરેશી અને છ અજાણ્યા ઇસમ સહિત ૧૬ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.








