Get The App

ગોલ્ડ લોન ભરપાઇ કરવાના નામે યુવક સાથે 6 લાખની ઠગાઇ કરનાર બે મિત્રો પકડાયા,અનેક ફસાયા

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
ગોલ્ડ લોન ભરપાઇ કરવાના નામે યુવક સાથે 6 લાખની ઠગાઇ કરનાર  બે મિત્રો પકડાયા,અનેક ફસાયા 1 - image

વડોદરાઃ કરોડિયારોડના એક યુવકને તેના મિત્ર તેમજ કથિત લોન એજન્ટે રૃ.૬.૨૨ લાખનો ચૂનો ચોપડતાં પોલીસે બંનેની ધરપકડ કરી છે.આવી રીતે બીજા પણ કેટલાક લોકો સાથે ઠગાઇ થઇ હોવાની વિગતો મળતાં પોલીસ તપાસ કરી રહી છે.

કરોડિયારોડ પર હરસિધ્ધી સોસાયટી ખાતે રહેતા અને ડ્રાઇવિંગ સ્કૂલમાં વાહન ચલાવવાનું શીખવતા ધવલભાઇ બારીયાએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૩માં મારે રૃ.૫ લાખની ગોલ્ડ લોન બાકી હોવાથી હેરસલૂન ધરાવતા મારા મિત્ર મંથન રજોડિયા મારફતે મિલિન્દ જગતાપનો પરિચય થયો હતો.

મિલિન્દ અને મંથને મને ગોલ્ડ લોન ભરવી ના પડે તેવો રસ્તો બતાવવાના નામે વિશ્વાસમાં લીધો હતો.મિલિન્દની અલકાપુરી સેન્ટર પોઇન્ટ ખાતે આવેલી ઓફિસમાં મને બોલાવવામાં આવ્યો હતો અને મારી પાસે મોબાઇલની લોનો કરાવી હતી.આ ઉપરાંત મારી પાસે આદિત્ય બીરલામાંથી પણ લોન કરાવી રૃપિયા લઇ લીધા હતા.જ્યારે, ઓનલાઇન પણ પેમેન્ટ મેળવ્યું હતું.

ધવલભાઇએ કહ્યંુ છે કે,મેં કુલ રૃ.૭.૬૭ લાખ ચૂકવ્યા હતા.જેની સામે મને રૃ.૧.૪૫ લાખ પરત મળ્યા હતા.પરંતુ ત્યારપછી પણ ગોલ્ડ લોન ભરાઇ નહતી કે બીજી લોનોના હપ્તા આરોપીઓએ ભરપાઇ કર્યા નહતા.મારી જેમ બીજા પણ કેટલાક લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.જેથી અકોટા પોલીસે ગુનો નોંધી મિલિન્દ મહેન્દ્રભાઇ જગતાપ(અક્ષર પેવેલિયન,ભાયલી મૂળ વસુંધરા ફ્લેટ્સ, ગોત્રી રોડ) અને મંથન પંકજકુમાર રજોડિયા (રણછોડજી ફળિયું,ગોરવા મૂળ ગંગા ધામ,કરોડિયા)ની ધરપકડ કરી છે.